તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • BJP Leader Jayanti Bhanushali Murder Case: Witness Pawan More's Reiki Kari Assassination Attempt Case: Four Accused Acquitted

નિર્દોષ:ભાજપ નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય સાક્ષી પવન મોરેની રેકી કરી હત્યાના પ્રયાસનો મામલો, ચાર આરોપીઓનો નિર્દોષ છુટકારો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતા તમામ આરોપીને નિર્દોષ ઠેરવ્યા

કચ્છના બહુચર્ચિત અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઈ ભાનુશાલી હત્યા કેસમાં એકમાત્ર સાક્ષી રહેલા પવન મોરે નામના સહ પ્રવાસીની રેકી કરી તેની હત્યા કરવાની કોશિષમાં આરોપી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિતના આરોપીઓ ઉપર પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે કેશ આજે ગાંધીધામ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. બનાવની વાત કરવામાં આવે તો અબડાસાના ધારાસભ્ય જેન્તીભાઈ ભાનુશાલી ભુજથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન મારફત મુંબઇ તરફ જઈ રહ્યા હતા ત્યારે ભચાઉ તાલુકાની હદમાં ટ્રેનમાંજ તેમના પર ગોળીબાર કરીને હત્યા નિપજાવવામાં આવી હતી. ચકચારી બનાવ વખતે ટ્રેનમાં તેમના કમ્પાઉન્ડમાં પવન મોરે નામનો એક માત્ર સાક્ષી હાજર હતો .

પવન મોરે ઉપર પણ ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને પોલીસે જેન્તી ભાનુશાલી હત્યા કેશના આરોપી છબીલભાઈ પટેલ અને તેમની સાથેના રસિક સહુગણ પટેલ, પિયુષ દેવજી પટેલ, ઉમેશ મગનલાલ પટેલ ઉપર સાહેદ પવન મોરેની રેકી કરી અને હત્યાની કોશિષનો કેશ પોલીસ દફતરે નોંધાયો હતો. જે કેશ આજે ગાંધીધામની નામદાર સેસન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એમ.જે. પરાસરીયા દ્વારા તમામ ચાર આરોપીઓને નિર્દોષ હોવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. આરોપી ના વકીલ તરિકે દિલીકુમાર જોશી, હિતેન્દ્રસિંહ વાઘેલા અને હરેશ કાંઠેચા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...