તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટિકિટ માટે કાવા દાવા:ભાજપમાં હવે ભલામણો માટે ટિકિટ વાંચ્છુઓનો કાર્યાલયમાં પડાવ, 26મી અને 27મી જાન્યુઆરીએ સેન્સ પ્રક્રિયા પૂરી થતા ‘તકદીર’ જગાવવા ‘તદબીર’ શરૂ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીઅે સર્જ્યો વિધાનસભા અને લોકસભા જેવો મહત્ત્વનો માહોલ

કચ્છમાં ભારતીય જનતા પાર્ટીએ 26મી અને 27મી જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા ટિકિટ વાંચ્છુકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. જે બાદ દાવેદારોમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી માટે વિશ્લેષણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરંતુ, ટિકિટ કપાઈ ન જાય એટલે દાવેદારોએ જિલ્લા ભાજપ કાર્યાલયમાં ભલામણો માટે પડાવ રાખ્યો છે, જેથી કાર્યાલયમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કચ્છ જિલ્લા ભાજપે 26મી અને 27મી જાન્યુઆરીએ દરેક તાલુકા મથકોએ સ્થાનિક નગરપાલિકા, તાલુકા પંચાયત, ઉપરાંત તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકોના દાવેદારોના ફોર્મ સ્વીકારાયા હતા. 28મી જાન્યુઆરીએ મંડલની સંકલન સમિતિએ દાવેદારોના ફોર્મનો વિશ્લેષણ શરૂ કરી દીધો હતો. જે બાદ જિલ્લા સંકલન સમિતિએ આખરી પેનલ બનાવવા પ્રક્રિયા હાથ ધરી છે,

જેથી દાવેદારોએ ટિકિટ કપાઈ ન જાય એ માટે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદ ચાવડા સહિતના પાસે ટિકિટ માટે ભલામણો શરૂ કરી દીધી છે. કેમ કે, ભારતીય જનતા પાર્ટીમાં દાવેદારોમાંથી યોગ્ય ઉમેદવાર નક્કી કરવા સ્થાનિકે ત્રિસ્તરીય પદ્ધતિ છે, જેમાં ધારાસભ્યો, સાંસદ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખની મહત્ત્વની ભૂમિકા હોય છે. જેઓ આખરી પેનલ બનાવીને પ્રદેશ કક્ષાએ મોકલતા હોય છે. આમ, તકદીર જગાવવા તદબીર એટલે કે પ્રયાસ અને યુક્તિઓ પણ શરૂ થઈ ગઈ છે. જોકે, ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જે ઉમેદવારની પસંદગી માટે તટસ્થ અને કડક ધારાધોરણ રાખ્યા છે એમાં ભલામણો કેટલે અંશે કામ કરશે એ પણ નક્કી થઈ નથી શકતું, જેથી અટકળોનું બજાર પણ ઠંડું છે.

પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ સંકલન સમિતિના ધારાધોરણમાં પાસ ન થતા પૂર્વ સદસ્યો કપાશે
ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ સંકલન સમિતિની બેઠક બાદ 60 વર્ષથી વધુ ઉંમરના, 3 ટર્મ સુધી ચૂંટાયેલા, આગેવાનોના સગા સંબંધીને ટિકિટ ન આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી, જેથી દરેક નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં દાવેદારી કરનારી 3થી 4 વ્યક્તિઅોની દાવેદારી રદ થાય એવી શક્યતા છે.

જ્ઞાતિ સમીકરણને પ્રાધાન્ય યથાવત
દરેક વોર્ડમાં કોઈને કોઈ જ્ઞાતિના લોકોની સંખ્યા અન્ય જ્ઞાતિ કરતા વધુ છે, જેથી સ્થાનિક સ્વરાજની દર ચૂંટણી વખતે જ્ઞાતિ સમીકરણને પ્રાધાન્ય અપાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ એ સમીકરણ આ વખતે પણ યથાવત રખાય એવી શક્યતા છે. કેમ કે, કોઈ જ્ઞાતિને નારાજ કરવા ભાજપને પોષાય એમ નથી, જેથી દરેક વોર્ડના ઉમેદવારની પસંદગીમાં મોટા ઉલ્ટફેર થાય એવી શક્યતા છે.

જિલ્લા પંચાયતના પ્રમુખની દોડમાં કાવાદાવા
જિલ્લા પંચાયતના પ્રમુખનું રોટેશન જાહેર થઈ ગયું છે, જેમાં સામાન્ય સ્ત્રીને પ્રમુખ પદ મળે એમ છે, જેથી કેટલીક તાલુકા પંચાયતના પ્રમુદ સહિતના પદ ધરાવનારાઓએ જિલ્લા પંચાયતમાં પોતાની પતિને ટિકિટ અપાવવા ફોર્મ ભર્યાનું ચર્ચાય છે. આમ, જિલ્લા પંચાયતના પ્રમુખની દોડમાં કાવાદાવા શરૂ થઈ ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો