તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજગી:જિલ્લા પંચાયતની બેઠકોમાં ભાજપે અનેક સમાજના પત્તા કાપતા કચવાટ

ભુજ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જૈન, બ્રાહ્મણ, લોહાણા, સોની સમાજને 40માંથી 1 પણ ટિકિટ નહીં

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅોની હોય કે વિધાનસભા-લોકસભાની, લગભગ દરેક ચૂંટણીમાં ટિકિટ ફાળવણી પૂર્વે અને પછી માથાકુટ, ધમાલ, અસંતોષ, કચવાટ બહાર અાવતા હોય છે, તેમાંયે સત્તાપક્ષમાં વધારે ઘમાસણ થતું હોય છે અે રીતે અા વખતે પણ ભાજપે ફાળવેલી ટિકિટો પછી નારાજગીનો ઉભરો દેખાયો છે. વિશેષ કરીને જિલ્લા પંચાયતની 40 બેઠકમાં થયેલી ટિકિટ ફાળવણીને ખુદ પક્ષના જ જુના-પાયાના કાર્યકરો અસંતુલીત લેખાવી ઘૂંઘવાટ દર્શાવી રહ્યા છે.

અાંતરિક સુત્રોના જણાવ્યા પ્રમાણે વધારે કચવાટ 15 સામાન્ય બેઠકો તથા 14 સ્ત્રી સામાન્ય બેઠકો પર ઉમેદવારોની જ્ઞાતિની પસંદગી (કે ફાળવણી) સામે છે. 40માંથી અા સામાન્ય 29 (સ્ત્રી પુરૂષ) સીટમાં મુખ્યત્વે ક્ષત્રિયોને 8, પટેલ સમાજને 5 ટિકિટ અપાઇ છે જ્યારે જૈન, બ્રાહ્મણ, લોહાણા, સોની જેવી અનેક મોટી જ્ઞાતિઅોમાંથી કોઇને ટિકિટ નહીં ફાળવાતા ભારે અસંતોષ ઉભો થયો છે.

બીજી બાજુ અોબીસીની અનામત બેઠકો ઉપરાંત સામાન્ય બેઠકોમાં પણ અોબીસી ઉમેદવારોને ટિકિટ ફાળવવાનો મુદ્દો પક્ષના જ કાર્યકરોમાં ચર્ચાના અેરણે ચડ્યો છે. પક્ષના અા સુત્રોના જણાવ્યા પ્રમાણે સમગ્ર કચ્છમાં અને વિશેષત: કંઠીપટમાં જૈન સમાજની અવગણના કરાઇ અેનો ગણગણાટ વધુ છે તો ગત ચૂંટણીમાં બ્રહ્મસમાજના બે ઉમેદવારો જિલ્લા પંચાયતમાં જીત્યા હતા તેમ છતાં અા વખતે અેકને પણ ટિકિટ નથી અપાઇ, અેનો કચવાટ સામે અાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો