પેટા ચૂંટણી પરિણામ:ભચાઉ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય, આપના ઉમેદવારની ડિપોઝીટ જપ્ત

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના ઉમેદવાર અક્ષયસિંહ વનરાજસિંહ ઝાલાનો 1268 મતે વિજય
  • આમ આદમી પાર્ટીના ઉમેદવારને માત્ર 109 મત જ મળ્યાં

ભચાઉ નગરપાલિકાની વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીની મતગણતરી મામલતદાર કચેરી ખાતે બન્ને પક્ષના સભ્યોની હાજરીમાં સન્મુખ સંપન્ન થઈ હતી. જેના બાદ વહીવટી અધિકારી દ્વારા ચૂંટણીનું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પક્ષના ઉમેદવાર અક્ષય સિંહ વનરાજસિંહ ઝાલાનો 1268 મતે વિજય થયો હતો. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારને માત્ર 109 મત જ મળતા તેમની ડિપોઝીટ જપ્ત થઈ હતી. તેમજ 30 લોકોએ નોટામાં મત આપ્યાં હતા.

ભચાઉ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના નગરસેવક વનરાજસિંહ દેવુભા ઝાલાનું અવસાન થયા બાદ ખાલી રહેલી બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં સદગત વનરાજસિંહના પુત્ર અક્ષયસિંહે ભાજપ તરફી દાવેદારી નોંધાવી હતી. તેમની સામે આપના મંજુબેન કાંતિલાલ કારીયાએ ફોર્મ ભરતા ચૂંટણી યોજાઈ હતી. જેનું આજે મંગળવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો.

વિજેતા ઉમેદવારને ભાજપ પક્ષના અગ્રણીઓ અને કાર્યકરોએ ફુલહારની માળા પહેરાવી વિજયની શુભેચ્છા આપી વધાવી લીધા હતા. પાલિકાની ટર્મ હજુ દોઢ વર્ષ સુધી ચાલશે. અલબત્ત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય અગ્રણીઓને મતદાન મથક અંદર પ્રવેશ અપાયો હતો. જ્યારે મીડિયા કર્મીઓને પોલીસે રોકી રાખતા સોશિયલ મીડિયામાં આ વિશે ચર્ચા જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...