નિમણૂંક:ભાજપે પંચાયત - પાલિકા ચૂંટણીના ઇન્ચાર્જ નિમ્યા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઅો રાજકીય પક્ષોઅે શરૂ કરી દીધી છે. તેમાં પણ ભાજપ હંમેશાની જેમ તૈયારીઅોમાં અાગળ છે. અેક બાજુ નગરપાલિકાઅોમાં વહીવટદારની નિમણૂંક કરાઇ છે. તેની બીજીબાજુ ભાજપે પણ ઇન્ચાર્જની નિમણૂંકો કરી છે. રાજ્ય સ્તરે આઇ કે જાડેજા, ભાર્ગવભાઈ ભટ્ટ, મહેશભાઈ કસવાલા ને બનાવાયા ચુંટણી ઈંચાર્જ બનાવાયા છે.

પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાની કચ્છ ઝોનના પ્રવક્તા તરીકે નિમણૂક કરાઇ છે. તો જિલ્લાના ઇન્ચાર્જ તરીકે પ્રદીપસિંહ વાઘેલા અને દિલીપ ઠાકોરની થઈ વરણી કરાઇ છે. રાજ્યમાં મહાનગર પાલિકામાં પણ બે હોદેદારોને ચૂંટણી ઇન્ચાર્જ બનાવવામાં અાવશે. તમામ જિલ્લા મહાનગરોમા બે લોકો ચુંટણી ઈંચાર્જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...