તપાસ:રાજસ્થાનમાં બાયોડિઝલ પકડાયું, જથ્થો આપનાર કચ્છીનું નામ ખુલ્યું

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાલાવાડ પોલીસે જુનાપાણી ગામમાંથી 40 હજાર લીટર જથ્થો પકડયો
  • બે ટેન્કર, 11 ખાલી ડ્રમ, નોઝલ પંપ, જનરેટર અને 3 મોટર કબજે

કચ્છના મુંદરા અને કંડલા પોર્ટ પર ઉતરતો બેઝઅોઇલનો જથ્થો રાજય બહાર મોકલાવાય છે. રાજસ્થાનના ઝાલાવાડ વિસ્તારમાં જુનાપાણી ગામે પોલીસે બેઝઅોઇલના ગેરકાયદેસર વેપલા પર દરોડો પાડયો હતો. ગત સપ્તાહે મંગળવારે મોડી રાત્રે મોટી કાર્યવાહી કરીને બાયો ડીઝલનો 39,800 લીટર જથ્થો, બ ટેન્કર, અેક નોઝલ-પંપ, 11 ખાલી ડ્રમ, ત્રણ અેચપી મોટર અને અેક જનરેટર સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. વેચાણ કરવા માટે જથ્થો અાપનાર તરીકે કચ્છના અેક ઇસમનું નામ ખુલવા પામ્યું છે.

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવને કારણે રાજ્યમાં ગેરકાયદેસર ભેળસેળયુક્ત બાયો ડીઝલના વેચાણના બનાવો સામે આવી રહ્યા છે જેના કારણે સરકારની આવક પર પણ અસર પડી રહી છે. દરમિયાન બાતમી મળી હતી કે, ઝાલાવાડના સદર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર બાયો ડીઝલ પંપ લગાવી બાયો ડીઝલ સપ્લાય કરાય છે જેથી એસપી મોનિકા સેને સંયુક્ત ટીમ બનાવી વિસ્તારના જુનાપાણી ગામમાં રાજેશ બંજારાના ઘરે છાપો માર્યો હતો જયાં બાયો ડીઝલ પંપ ચાલતો હતો.

પોલીસે સ્થળ પરથી બે ટેન્કર અને બાયો ડીઝલ ભરેલા 4 ડ્રમ, 11 ખાલી ડ્રમ, નોઝલ પંપ, એક જનરેટર અને 3 એચપી ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરી હતી. આ સાથે જ જુનાપાનીના રહેવાસી મોહનલાલ સૂરજમલ બંજારા અને રાજેશ કુમાર સૂરજમલ બંજારા અને લુહરિયાદેહના રહેવાસી પ્રહલાદ નૈનાલાલ બંજારાની ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી. અારોપીઅો પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે આ બાયો ડીઝલ ગુજરાતના રહેવાસી કુશલ પાસેથી અહીં ટેન્કરો દ્વારા મંગાવાયું હતું. ગ્રામીણ વિસ્તારોના લોકો માટે ખેતી અને ટ્રેક્ટર માટે વેચાણ કરતા હતા. માર્કેટ રેટ કરતા 10 રૂપિયા ઓછા ભાવે બાયો ડીઝલ વેચતા હતા. હાલમાં બજારમાં ડીઝલની કિંમત 96 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે અને આરોપીઓ બજારમાં 10 રૂપિયા ઓછા એટલે કે 85 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચી રહ્યા હતા.

અાયાત થતો જથ્થો ગુજરાત રાજય બહાર પહોંચે
વિદેશથી અાયાત થતો બેઝઅોઇલની અાડમાં બાયોડિઝલનો જથ્થો ગુજરાત રાજય બહાર પહોંચતો કરાય છે. ગુજરાતમાં મુખ્યમંત્રીના અાદેશ બાદ ધમધમતા હાટડાઅો પર તવાઇ બોલાવાતા રાજસ્થાન અને મહારાષ્ટ્ર બોર્ડર પર પોઇન્ટ શરૂ થયા હતા. ગુજરાતમાંથી મંગાવી અા જથ્થો બોર્ડર પરના ગામડાઅોમાં વેંચાણ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...