અકસ્માત:દુર્ગાપુર નજીક ટ્રેકટરની અડફેટે બાઇક ચાલકનું મોત, બાઇક પર સાસરે જતી વેળાએ અકસ્માત

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના નાના ભાઇની ફરિયાદ પરથી પોલીસે ટ્રેકટર ચાલક વિરૂધ ગુનો નોંધ્યો

માંડવી તાલુકાના દુર્ગાપુર નજીક મડદપીરની દરગાહ પાસે શુક્રવારે રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રેકટરની અડફેટે આવી જતાં મોગી રાયણના બાઇક સવાર યુવાનનું સારવાર મળે તે પૂર્વે મોત નિપજ્યું હતું. યુવાનના મોતથી પરીવાજનોમાં અરેરાટી સાથે આક્રંદ છવાઇ ગયો છે. માંડવી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ ગત રાત્રે સાડા આઠના અરસામાં દુર્ગાપુર નજીક મડદપીરની દરગાહ નજીક બન્યો હતો. મરનાર બાબુ મોહનભાઈ પટ્ટણી પોતાની મોટર સાયકલ જી.જે.12 એસ 9628 લઈ રાત્રે રાયણથી દુર્ગાપુર સાસરે જતો હતો. ત્યારે રસ્તામાં મડદપીરની દરગાહ પાસે જીસીપી-8054 નંબરના ટ્રેક્ટરના ચાલકે તેને અડફેટમાં લેતાં બાબુભાઇ બાઇક પરથી ફંગોળાઇ ગયા હતા. જેને કારણે તેમને મોંઢા પર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર મળે તે  પહેલા તેનું મોત નીપજ્યું હતું. માંડવી પોલીસે હતભાગી બાબુભાઇના નાના ભાઈ ધનજીભાઇ મોહનભાઇ પટ્ટણીની ફરિયાદ પરથી ટ્રેક્ટરચાલક વિરુધ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. બાબુભાઇના મોતના સમાચારથી તેના પરિવારજનોમાં ગમગીની ફેલાઇ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...