તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન:સામખીયાળી ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા બાઈકચાલકનું મોત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના સામખીયાળી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે શુક્રવાર બપોરે અંદાજિત 2 વાગ્યાની આસપાસ ઇલેક્ટ્રોથર્મ કંપની પાસે કાળા કલરના પલ્સર બાઈક પર જઈ રહેલા હતભાગી યુવકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા કરુણ મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો.

ઘટના આજે બપોરે સામખીયાળી નજીક ઇટી એકમ નજીક બની હતી. જેમાં બાઈક ચાલકને કોઈ અજાણ્યા વાહને ઠોકરે ચડાવી નાશી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ સામખીયાળી ટોલગેટને થતા, ટોલ કર્મચારી હરદેવસિંહ જાડેજા, હેતુભા ઝાલા સહિતના કર્મીઓ એમયુલન્સ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, ચાલુ વરસાદે હતભાગી યુવકને નજીકના લાકડિયા ખાતેના સરકારી દવાખાને ખસેડયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હોવાનું રમજુભાઈ છાત્રાએ જણાવ્યું હતું. દુર્ઘટનાની જાણ પોલોસને થતા આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત કોઈ વાહનની ટકકરથી થયાનું જાણવા મળ્યું છે.મૃતક યુવકનું નામ ચંદનસિંઘ હોવાનું અને તે સામખીયાળી રેલવેમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...