તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નખત્રાણા તાલુકાના કોટડા જડોદર માર્ગ પર ગુરુવારે વહેલી સવારે એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ચાલક યુવાનનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું. તો ભુજના સુરલભીટ્ટ રોડ પર રોયલસિટીના ગેટ પાસે કોઇ અજાણ્યા વાહને 11 વર્ષીય બાળકને હડફેટે લઇ મોત નિપજાવતા ફોજદારી નોંધાવાઇ હતી.
સવારે આઠેક વાગ્યે કોટડા જડોદરથી નખત્રાણા તરફ બાઇકથી આવી રહેલો 19 વર્ષિય યુવક કિશનસિંહ અલસિંહ સોઢાને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. બાઇક સ્લીપ થઇ જતા યુવક રોડ પર પટકાયો હતો અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જયાં દમ તોડી દીધો હતો.
બુધવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં ભુજના સુરલભીટ્ટ રોડ પર રોયલસિટીના ગેટ પાસે 11 વર્ષીય અલ્ફાઝ સમેજાને કોઇ અજાણ્યા વાહને હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં તેણે રાત્રે દમ તોડી દીધો હતો. અજાણ્યા વાહન ચાલકની સામે પિતા અવેશ મહમદશરીફ સમેજાએ ફોજદારી નોંધાવી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.