અકસ્માત:ધ્રબમાં ટ્રેઇલર નીચે આવી જતાં બાઇક ચાલકનું મોત, યુવકને ગંભીર ઇજા થતાં સારવાર નસીબ થઇ ન હતી

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામની સીમમાં આશુતોષ સીએફએસની  બાજુમાં શનિવારે સાંજે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ટ્રેઇલરની અડફેટે આવી જતાં મુન્દ્રાના બાઇક ચાલક યુવાને ગંભીર ઇજાઓ થવાને કારણે સારવાર મળે તે પૂર્વે મોત આંબી ગયું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અકસ્માતનો બનાવ શનિવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં બન્યો હતો. મુન્દ્રા ખાતે ખારવા શેરીમાં રહેતો ગૌરવ  ઉમેશભાઇ ચાવડા  (ઉ.વ.22) પોતાની મોટર સાયકલ જી.જે.12 ડીએન 7109 લઇને જતો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેઇલર જી.જે.12 એઝેડ 1329ના ચાલકે બાઇકને ટકકર મારી ટ્રેઇલર બાઇક પર ચડાવી દેઇ બાઇક ચાલક ગૌરવને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. અકસ્માત કરી ટ્રેઇલર મુકી આરોપી ચાલક નાસી છુઠ્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવાનને તાત્કાલિક  હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.બનાવ સંદર્ભે મુન્દ્રા પોલીસ મથકના પીએસઓ નરેન્દ્રસિંહ આર.જાડેજાએ દામજીભાઇ બચુભાઇ માલમ (ઉ.વ.55) રહે મુન્દ્રાની ફરિયાદ પરથી ટ્રેઇલર ચાલક વિરૂધ અકસ્માત ફેટલનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...