બાઈકની ઉઠાંતરી:પૂર્વ કચ્છમાં બાઈક ચોરો બેફામ બન્યા, છેલ્લા 15 દિવસમાં ચાર બાઇકો તસ્કરો ઉઠાવી ગયા

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગાંધીધામ વિસ્તારમાંથી 3 અને અંજારમાંથી 1 બાઈકની ઉઠાંતરી

પૂર્વ કચ્છમાં બાઈક ચોરીનાં બનાવોમાં વધારો થતા ફરી કોઈ દ્વિ ચક્રી વાહન તસ્કર ટોળકી સક્રિય બની હોય એવું લાગી રહ્યું છે. પૂર્વ કચ્છના ગાંધીધામ એ ડિવિઝનમાંથી 1 અને બી ડિવિઝનમાંથી 2 જ્યારે અંજારમાંથી 1 બાઇક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તસ્કરોને પકડવા પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીધામ ખાતેના એરપોર્ટ ચાર રસ્તા પાસેથી ગત તા. 13ના રોજ હીરો હોન્ડા સ્પેલન્ડર ચોરી જવાયાની ફરિયાદ ગળપાદરના રવિરાજસિંહ ગિલુભા વાઘેલાએ ગાંધીધામ એ ડિવિઝનમાં નોંધાવી છે. સેક્ટર-5માં રહેતા શ્રવનસિંહ ભાટીની ડિલક્ષ બાઈક કીડાણાની હરિઓમ સોસાયટીમાંથી ગત તાં 3/11થી 4/11 દરમ્યાન ચોરી જવાયાની ફરિયાદ બી ડિવિઝન મથકે નોંધાઇ છે.

આ ઉપરાંત આદિપુર રહેતા સલીમ જુસબ રાઉમાની હોરો હોન્ડા બાઈક તારીખ 9/11ના સુંદરપુરીમાંથી ઉપડી ગયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. તો અંજારના ગોવિંદ અમૃતલાલ લોચાની બાઈક નંબર શિવધારા સિસાયટી તેમના ઘર બહારથી 8/11થી 9/11 વચ્ચે કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...