અકસ્માત:સુગારીયા પાસે બાઇક સવારનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રાના ગુંદાલા પાસે કાર પલટી મારી જતા યુવક મોતને ભેટયો

અંજાર વિસ્તારમાં સતત બીજા દિવસે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. સુગારીયા ફાટક પાસે બાઇક પર જઈ રહેલા યુવાનને અજાણ્યા વાહને હડફેટે લઈ મૃત્યુ નિપજાવ્યું હતું. તો મુન્દ્રા તાલુકાના ગુંદાલા હાઇવે પર અોવરબ્રીજ પાસે સ્વિફટ કાર પલટી મારી જતા યુવાનનું કમકમાટી ભર્યું મોત થયું હતું.

રતનાલ ગામે રહેતા હરેશ વાલજીભાઈ કોલીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 5/6ના રાત્રે 9 વાગ્યાના અરસામાં ફરિયાદીના બનેવી સુરેશ ભૂરા કોલી પોતાની હોન્ડા સાઈન લઈ સુગારીયા ફાટક નજીકથી પસાર થયા હતા. જે થોડે આગળ જતાં શ્યામ ફાર્મ પાસે પહોંચતા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધો હતો. જેથી તેમને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ બનાવ બાદ હતભાગીને તાત્કાલિક સરકારી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. પરંતુ તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેને મોત આંબી ગયું હતું. જેથી પરિવારના સભ્યો દ્વારા યુવાનના મૃતદેહનું પી.એમ. થયા બાદ મૃતદેહનો કબ્જો સ્વીકારાયો હતો.

બીજી તરફ,મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામના શિવુભા ભુપતસિંહ જાડેજા (ઉ.વ.34) વાળાઅે બલવંતસિંહ કિરીટસિંહ જાડેજા (રહે. બરાયા, મુન્દ્રા)વાળા સામે ગુનો નોંધાવ્યો હતો. અારોપીઅે પોતાની સ્વીફટ નંબર જીજે 12 ડીઅેમ 8123 પુરઝડપે અને બેદરકારી પુર્વક ચલાવી સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેથી કાર અોવરબ્રીજ પાસે પલટી ખવડાવી તેની સાથે બેઠેલા પ્રતાપસિંહ જુવાનસિંહ જાડેજા (ઉ.વ.28, રહે. વિરાણીયા)વાળાને માથાના ભાગે ગંભીર ઇજાઅો પહોંચી હતી, ઇજાઅોને કારણે મોત નિપજયું હતું. મુન્દ્રા મરીન પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...