તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Big Message From A Small Lari Holder Of Nakhtrana, Despite Earning Days: No Profit No Sells Green Coconuts On A Loss Basis

દિલેરી:નખત્રાણાના નાના લારીધારકનો મોટો સંદેશ, કમાવવાના દિવસ હોવા છતા: નહીં નફો નહીં નુકસાનના ધોરણે વેંચે છે લીલા નારિયેળ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લારીધારકે કોવિડના દર્દીઓને વિનામૂલ્યે નાળિયેર પીવડાવી બતાવી હતી ઉદારતા

કોરોના બીમારીના કારણે ફળફ્રુટના ભાવે હદ વટાવી દીધી છે. જેના ભાવ નિર્ધારિત કરવા ખુદ તંત્રને આગળ આવવું પડ્યું છે. તેમ છતાં લોકોને કોઈ રાહત નથી મળી રહી. ત્યારે નખત્રાણામાં રોજનું કમાઈ રોજનું ખાતા વાલજીભાઈ સિજુ નામના નારિયેળ વિક્રેતાએ નગરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લેતા દર્દીઓ લારીમાં રહેલા તમામ નારિયેળ વિનામૂલ્યે પીવડાવ્યા હતા.

એક તરફ ફ્રુટના ભાવ ઊંચા જતા અમુક લોકો તકનો લાભ લઇ બમણા ભાવો વસૂલી રહ્યા છે. તો બીજી તરફ નખત્રાણાના વાલજીભાઈ જેવા ઉદારદિલ ઇન્સાન પોતાની માનવતા થકી અનોખી પ્રેરણા આપી રહ્યા છે.

નખત્રાણાના લખન દેસાઇએ આ વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, નખત્રાણાના આરામ ગૃહ પાસે લીલા નારિયેળની લારી ધરાવતા વાલજી ભાઈ પાસે દરરોજ બીમાર અને મજબૂર લોકો નારિયેળ લેવા આવે છે. કોરોનાના કપરા સમયમા પણ વાલજીભાઈ નહિ નફો નહીં નુકસાનના ધોરણે માત્ર મજૂરી રળી નારિયેળ વેચી રહ્યા છે. જે આત્મા સો પરમાત્માના ભાવને ઉજાગર કરતા નજરે ચડી રહ્યા છે. અને ચીજ વાસ્તુના વધુ ભાવ લેતા અન્ય લોકો માટે માનવતાનો સંદેશ પૂરો પાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...