ભૂમિપૂજન:રાજકોટમાં RSS પ્રેરિત સેવાભારતી કાર્યાલયનું ભૂમિપૂજન શ્રમજીવી દલિત દંપત્તિનાં હસ્તે સંપન્ન

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

રાજકોટમાં સંત રવિદાસ જયંતિનાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી કાર્યાલયનું સંતો-મહંતોની ઉપસ્થિતીમાં ભૂમિપૂજન શ્રમજીવી દલિત દંપત્તિનાં હસ્તે સંપન્ન કરાયું હતું. સંઘની પ્રેરણાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના સેવાકાર્યોનું જ્યાંથી માર્ગદર્શન થવાનું છે તેવા સેવા ભારતી ભવનનું ભૂમિપૂજન ઝાંઝરકાનાં મહંત જુમતીનંદનદાસજી શંભુનાથજી, કૃષ્ણવંદન સ્વામી, સંઘનાં અખિલ ભારતીય અધિકારી સુનિલભાઇ મહેતા, ડો.જયંતિભાઇ ભાડેસીયા, મંત્રી ગિરીશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભારતીય પરંપરાનુસાર સંપન્ન થયું હતું.

આ પ્રસંગે સવારે ગાયત્રી યજ્ઞનો પ્રારંભ થયો હતો જેમાં મુખ્ય યજમાન દલિત દંપતી હતા. યજ્ઞ બાદ ઉપસ્થિત સમાજને શંભુનાથજીએ સંબોધન કરતા સંત રવિદાસજીના સમરસ જીવન સાથે સેવાભારતીના માધ્યમથી સ્વયંસેવકોએ વાસ્તવિકતામાં સેવા શબ્દને સાર્થક કર્યો છે. આ પ્રસંગે વિવિધ કોર્પોરેટ હાઉસ, વ્યકિતગત દાતાઓ, કંપનીઓ તરફથી દાનની સરવાણી વહી હતી. સમાજનો વ્યક્તિ કોઇ પણ વ્યવસ્થાથી વંચિત ન રહે એ માટે સેવાભારતીએ આદરેલા પ્રયત્નોને પોતાનો આર્થિક ટેકો જાહેર કર્યો હતો.

આ પ્રસંગે રાજકોટ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કમલેશભાઈ મીરાણી, પુષ્કરભાઈ પટેલ, કચ્છ સોલ્ટ એસોસિએશન વતી શંભુભાઈ મ્યાત્રા, જાણીતા ઉદ્યોગપતિઓ, ડોક્ટર એસોસિએશન, એડવોકેટ એસોસિએશન, શિક્ષણ શાસ્ત્રીઓ, જાણીતા બિલ્ડરો તથા સેવા ભારતીના ટ્રસ્ટીઓ પ્રદિપ અગ્રવાલ, નિલેશભાઇ ભાવસાર, શૈલેષભાઇ પટેલ, નરેન્દ્રભાઇ દવે, નારણભાઇ વેલાણી, ડો.સંજીવભાઇ ઓઝા ઉપરાંત સેવા ભારતીનાં દ્વારા ચાલતા સેવાકાર્યોના સેવિત પરિવારો, નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સેવા ભારતી ગુજરાતના પ્રમુખે સમાજનાં આ સહયોગ થકી આ ભવન વિવિધ સમાજ માટે આરોગ્ય, શિક્ષણ, સ્કીલ ડેવલોપમેન્ટ, કલ્ચરલ પ્રવૃતિઓનું સૌરાષ્ટ્ર-કચ્છ માટે ધામ બનશે એવી નેમ વ્યકત કરી બધાનો આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...