તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ભુજના યુવાને પાવર લિફ્ટીંગમાં સુવર્ણ ચંદ્રક જીતી નામ રોશન કર્યું

ભુજ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિવિધ જિલ્લાના 20 સ્પર્ધકોને હરાવી જીત મેળવી

ભુજનાે યુવાન વત્સલ મહેશ્વરી અમદાવાદ ખાતે યોજાયેલી સબ જુનિયર કક્ષા પાવર લીફટિંગની સ્પર્ધા-2021માં પ્રથમ આવી સુવર્ણ ચંદ્રક હાસિલ કરી કચ્છનું નામ રોશન કર્યું છે. માત્ર 2 માસ પહેલાં પાવર લીફટિંગની તાલિમ શરૂ કરીને વત્સલે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 59 કિલોગ્રામ વજનની કેટેગરીમાં વિવિધ જિલ્લામાંથી 20 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેને પછાડીને વિજેતા બન્યો છે. સ્ક્વેટમાં 115 કિલોગ્રામ, બેન્ચપ્રેસમાં 60 કિલોગ્રામ અને ડેડલિફ્ટ 140 કિલોગ્રામ એમ કુલ 317.5 કિલોગ્રામ વજન ઊંચક્યું હતું. પ્રથમ નંબર અાવતા હવે આગળ ઉત્તરપ્રદેશના ગેઝિઆપુર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પસંદગી થઇ છે જેમાં વત્સલ સ્પર્ધામાં ભાગ લઇ પ્રતિનિધિત્વ કરશે.

વત્સલ ભુજની વીડી હાઈસ્કૂલમાં ધો-11માં અભ્યાસ કરે છે. તેમની આ સિદ્ધિ માટે શાળાના સંચાલક દિનેશભાઈ ઠક્કર અને આચાર્ય હાથીભાઈએ ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો