છેતરપિંડી કેસ:ભુજના યુવાન ચીટરોની દિલ્હીના શખ્સ સાથે દોઢ કરોડની ઠગાઇ, વીડિયો વાયરલ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના અેરપોર્ટ રીંગ રોડ પર ઘરેથી નિકળતી વેળાઅે કોઇઅે વીડિયો ઉતાર્યો

ભુજના ચીટરો ઠેર ઠેર છેતરપિંડી કરતા થઇ ગયા છે. દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ, રાજસ્થાન અને હરીયાણા વિસ્તારમાં કચ્છના ચીટરો સામે ઠગાઇના ગુના પણ દર્જ થઇ ચુકયા છે. છેલ્લા થોડા દિવસથી ચીટરો વર્તુળમાં વિડીયો વાયરલ થયો છે જેમાં દિલ્હીના શખ્સોને દોઢ કરોડ ભરેલી બેગ સાથે દેખાતા હોવાનું અને તેમના સાથે શહેરના અેરપોર્ટ રીંગ રોડ મધ્યે અાવેલા અેક ઘરમાં કસ્ટમ અધિકારીની અોળખ અાપી છેતરપિંડી કરી હોવાનું જણાયું છે.

શહેરના અેરપોર્ટ રીંગ રોડ પર સ્કુલની સામે અાવેલી અેક કોલોનીમાં ચીટરોઅે કસ્ટમ હાઉસને શરમાવે તેવો મકાન બનાવ્યો છે, જેમાં અા યુવાનોઅે અેક માસ પૂર્વે દિલ્હીના બે શખ્સો સાથે કસ્ટમ અધિકારીની અોળખ અાપી ઠગાઇ કરી છે. દસેક દિવસ પૂર્વે જે યુવાન પર હુમલો થયો તે સાહીલ સુમરા નામનો યુવાન અા પાર્ટીને બિસ્કીટ લેવા ગયો હોવાનું દેખાડો કરવા રાતોરાત દુબઇ પણ પહોંચ્યો હતો. ડાંડા બજારમાં અાવેલી અેક અોફીસ મધ્યેથી તેણે દોઢ લાખ રૂપિયા ખર્ચી તાત્કાલીક વીઝા અને ટીકિટ મેળવી દુબઇ પહોંચ્યો હતો. વિડીયોમાં કસ્ટમ અધિકારીની અોળખ અાપનારો યુવાન રૂમની બહાર નિકળે છે અને કારમાં બેસી જાય છે બાદમાં દિલ્હીના બે શખ્સો બેગ લઇને ગાડીમાં બેસી જાય છે. હ્યુડાઇ વેન્યુ કારમાં અા બંને શખ્સોને હોટલે મુકવા જતા હોવાનું જણાયું હતું. નોંધનીય છે કે, થોડા સમય પૂર્વે જોધપુરના શખ્સ પાસેથી શહેરની અાગંડીયા પેઢી બહાર ઠગાઇના રૂપિયા મેળવતા અાદીલ સુમરા નામનો શખ્સ પોલીસના હાથે પકડાયો હતો બાદમાં બે શખ્સો સામે ગુનો દર્જ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...