તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં આવેલા રામનગરી વિસ્તારમાંથી બી ડિવિઝન પોલીસે બે ટ્રકમાં ભરેલો 1900 કિલો ગેલ્વેનાઇઝ વાયરના જથ્થા સાથે બે ભાઇઓને પકડીને નિરોણા પોલીસ મથકની હદમાં પાલનપુર ગામ નજીક આવેલા ખુલ્લા પ્લોટમાંથી પાવરગ્રીડ કંપનીના વાયરની ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. આરોપીઓ પકડાયા બાદ નિરોણા પોલીસે ચોરીના બનાવની નોંધ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ પંકજકુમાર આર કસ્વાહને મળેલી બાતમીના પગલે ભુજના રામનગરી વિસ્તારમાં રહેતા જયસુખભાઇ ધુળાભાઇ વાઘેલા (દેવીપુજક), અને તેના ભાઇ જેન્તીભાઇ ધુળાભાઇ વાઘેલાને તેમના કબજાની બે ટ્રકોમાં ભરેલા ચોરાઉ ગેલ્વેનાઇઝના વાયરોના ટુકડા કિલો 1900 કિંમત 1 લાખ 71 હજાર તેમજ બે લાખની બે ટ્રકો મળીને કુલ રૂપિયા 3 લાખ 71 હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓની પુછતાછમાં આ માલ ટ્રાન્સલેટ લાઇટ પ્રા.લી કંપનીના ઠેકેદાર તરીકે કામ કરતા મુળ પશ્ચિમ બંગાળના હાલ પાલનપુર ખાતે પાવરગ્રીડ કંપની પાસેની પડતર જમીન ખાતે રહેતા અનવર હુશેન મોઇશેખ નામના શખ્સે માલ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપતાં બી ડિવિઝન પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આ અંગે નિરોણા પોલીસ મથકે જાણ કરતાં નિરોણા પોલીસે ટ્રાન્સલેટ લાઇટ પ્રા.લી. કંપનીના મેનેજર કરણસિંહ સુરેન્દ્રસિંહ સોલંકીની ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.