નોંધપાત્ર મેડલો:ભુજની ટેનિસ કોર્ટના ખેલાડીઓએ જિલ્લા અને રાજ્ય કક્ષાએ નોંધપાત્ર મેડલો મેળવ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજમાં માસ્ટર અકાદેમી દ્વારા છેલ્લા એક દાયકાથી વધુ સમયથી કાર્યરત ટેનિસ કોર્ટ ચલાવવામાં આવે છે. તેના ખેલાડીઓ જિલ્લા અને રાજ્ય કક્ષાએ નોંધપાત્ર સંખ્યામાં મેડલો તાજેતરમાં ગાંધીધામ, માંડવી અને અમદાવાદ ખાતે રમાયેલી ટુર્નામેન્ટોમાં મેળવ્યા છે. અને તેમના સમયમાં પ્રખ્યાત ટેનિસ ખેલાડી એવા કચ્છના મહારાણી પ્રિતી દેવીના અભિનંદન મેળવ્યા છે. સ્વ.મહારાવ પ્રાગમલજીના એક વારસ મયુરધ્વજજી જાડેજાએ મહારાણીનો સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે સામાન્ય લોકો માટેની આ ટેનિસ કોર્ટ રણજીત વિલાની બરાબર સામે છે.

ત્યાં એક સમયે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ ધરાવનાર કચ્છના છેલ્લા મહારાવ મદનસિંહ બાવા રહેતા હતા અને જોગાનુજોગ અહીં ટેનિસ કોર્ટ પાંગરી છે. યોગેશ જોષી જેમણે આ ટેનિસ કોર્ટ 2012માં લાલન કોલેજ નજીક નહીં નફો નહીં ખોટના ધોરણે વિકસાવી છે અને તેના કોચ અલેક્સ ગોમ્સે જણાવ્યું છે કે તેમના 13 ખેલાડીઓ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન થયા છે.

જ્યારે બે ખેલાડીઓ ઓલ ઇન્ડીયા ટેનિસ એસોસિયેશન દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં સિંગલ્સમાં એક અને ડબલ્સમાં બે ખેલાડીઓ ચેમ્પિયનશિપ હાંસલ કરી છે. આ વિજેતાઓમાં યોગેશ જોશી, કબીર ચોથાની, હર્ષ દાવડા, તીર્થ જોશી, દિયા બુદ્દભટ્ટી, પ્રેમ રાજપૂત, માહી જોષી, યાના બુધ્ધભટ્ટી, સ્નેહા ઠક્કર, અવલીન કૌર, મોક્ષ મહેતા, માહિર જોશીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...