તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:રાષ્ટ્રીય કક્ષાના ગીતા જયંતિ વેબિનારમાં ભુજની સગી બહેનો પ્રથમ-દ્વિતીય ક્રમાંકે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નૂતનબેન, સાધનાબેન (ડાબે થી) - Divya Bhaskar
નૂતનબેન, સાધનાબેન (ડાબે થી)
 • બારમા અધ્યાયની ચર્ચા સહિત શ્લોક શુદ્ધ ઉચ્ચારણ પ્રતિયોગિતા યોજાઈ

પંજાબ સંસ્કૃત ભારતી દ્વારા ગીતા જયંતી નિમિત્તે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું હતું. જેમાં 150 ઓનલાઇન સંસ્કૃતપ્રેમીઓ તથા 60 જણા રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાતમાંથી સંપૂર્ણ ગીતા કંઠસ્થ છે તેવી ભુજની બે નિવૃત શિક્ષિકાઓ તથા સગી બહેનો નૂતનબેન ધીરેન્દ્ર મહેતા અને સાધનાબેન ઊર્મિલ મહેતાએ પ્રતિનિધિત્વ કર્યું હતું. મુખ્ય વક્તા જયપ્રકાશે સંસ્કૃતમાં ગીતા વિષે વ્યાખ્યાન આપ્યું હતું. ઉદયન આર્ય, દેશબંધુ, વિશાળ શર્મા વગેરેએ સંસ્કૃત તજજ્ઞો ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે શ્રીમદ્ ભગવતગીતાના શ્લોકો એ કેવળ ભાષા નથી પરંતુ સંસ્કૃતમાં પ્રવેશવાના માર્ગ છે.

મન, વિચાર, બુદ્ધિને શુદ્ધ કરનાર એક પ્રભાવી માધ્યમ છે. ગીતા એ કેવળ ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રભાવી પુસ્તક છે. યુવાનો ગીતા વાચન થકી જીવનના દરેક ક્ષેત્રે આગળ વધી શકે છે તેમજ જીવનની દરેક સમસ્યાઓ નિરાકરણ બાબતે ભગવદ ગીતામાંથી ઉકેલ મળી રહે તેમ છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, દિલ્હીથી સંસ્કૃતજ્ઞો જોડાઈને ગીતાના બારમા અધ્યાયની ચર્ચા કરી હતી.

આ ઓનલાઇન વેબિનારમાં ગીતા શ્લોક શુદ્ધ ઉચ્ચારણ પ્રતિયોગિતામાં નૂતન મહેતા અને સાધના મહેતાએ પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવી કચ્છ તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું હતું. તેઓને આયોજકોએ અભિનંદન પાઠવ્યા હતા તથા સર્ટીફીકેટ તેમજ રોકડ પુરસ્કારથી સન્માન કરાશે. બન્ને બહેનોને બાળપણથી ગીતા કંથસ્થ છે. પ્રો.સંજય સુદે સંસ્કૃતમાં સંચાલન કર્યું હતું તેમજ લુધિયાણા અને પતિયાલાના સંસ્કૃત પ્રોફેસરોએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો