તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:ભુજની સમરસ હોસ્પિ.ને અમદાવાદના ટ્રસ્ટે વિવિધ મેડિકલ સહાય આપી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારીમાં સહાય પૂરી પાડી

કોરોનાના દર્દીને સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા ભુજમાં સમરસ હોસ્પિટલમાં ઉભી કરવામાં અાવી હતી. અા હોસ્પિટલમાંથી અનેક દર્દીઅો સાજા થઇને પરત ફર્યા છે, આ હોસ્પિટલમાં અપાયેલી સારવાર દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઇ છે, જેમાં કચ્છ કલેક્ટર, ડીડીઓ, આસી. કલેક્ટર, ડેપ્યુ. કલેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારીનું સતત માર્ગદર્શન મળતું રહ્યું છે.

કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં અાવેલી સમરસ કોવિડ હોસ્પિટલને અમદાવાદની સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટના કચ્છના પ્રતિનિધ દિનેશભાઇ અોઝા અને તેમની ટીમ દ્વારા વિવિધ મેડિકલના સાધનો અપાયા હતા, જેમાં ચાર અોક્સિજન કોન્સન્ટ્રેટર, ચાર અોક્સિમીટર, ચાર ડાયાબિટીશ ચેક કરવાના ગ્લુકોમીટર, સેનેટાઇઝર, 300 નંગ હેન્ડ ગ્લોવ્સ, 1000 અેન-95 માસ્ક, 2000 નંગ થ્રી લેયર માસ્ક અને 40 જેટલા અેડલ્ટ ડાયપર અાપવામાં અાવ્યા હતા.

અા પ્રસંગે સમરસ હોસ્પિટલના નોડેલ ફિઝીશિયન ડો. કશ્યપ બૂચ, વિપુલ દેવમુરારી, નિરવ ગોહિલ, નૈનેશ પટેલ, હેડ નર્સ સ્મિતાબેન પરમાર, ફાર્માસિસ્ટ કમલેશ જોષી, સુપરવાઇઝર ઉપરાંત હોસ્પિટલમાં કામ કરતા તમામ ડોક્ટરો, નર્સો તથા પેરામેડિકલ સ્ટાફ હાજર રહ્યા હતા. દાન અાપતી વેળાઅે ગાગોદર ખાતેના મેનેજીંગ ટ્રસ્ટી ગઝાલાબેન પોલ, સબીરભાઇ, દિનેશભાઇ વગેરેઅે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...