તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:પાવર લિફ્ટિંગમાં ભુજનો ખેલાડી રાજ્ય સ્તરે ઝળક્યો

ભુજ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
જય ઠક્કર કોચ સાથે. - Divya Bhaskar
જય ઠક્કર કોચ સાથે.
 • યુવાન હવે રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની પાવર લિફ્ટિંગ ચેમ્પીયનશીપમાં ભુજના યુવાને દ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેના પગલે તેને સિલ્વર મેડલ અેનાયત કરાયો હતો.પાવર લિફ્ટીંગમાં ત્રણ જુદા-જુદા ઇક્યુપ પહેરવેશ પહેરીને સ્પર્ધકો વજન ઉચકે તો 40 ટકા વજન તે પહેરવેશ જ ઉંચકી અાપે છે. પણ અા સ્પર્ધામાં ભુજના જય ઠક્કરે પહેરવેશ પહેર્યા વિના પોતાના શારિરીક બળથી 345 કીલો વજન ઉચક્યું હતું. જેના પગલે તેઅોને દ્રિતીય નંબર મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સિધ્ધી મેળવનારા જય ઠક્કરે જણાવ્યું હતું કે, પોતે ભવિષ્યમાં પણ ઇક્યુપ પહેરવેશ વિના જ રમશેે. તે અંગે ભુજના નેશનલ ખેલાડી સાગર પોમલે જયને કોચીંગ અાપ્યું હતું અને હવે રાષ્ટ્રીય કક્ષાઅે રમવા માટે તૈયારી કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો