તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાગણીભર્યાં દૃશ્ય:ભુજના હર્ષને સ્પેનની માતાએ હર્ષભેર દત્તક લીધો, ‘કલ્પના નહોતી કે તેનું ભવિષ્ય સ્પેનમાં છે’ અનાથાશ્રમમાં લાગણીભર્યાં દૃશ્ય સર્જાયાં

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
કાનુડા જેવા હર્ષને છ વર્ષ સુધી દેવકી બનીને પ્રેમ આપનાર સંસ્થાની દીકરી પાસેથી સ્પેનની યશોદાને સોંપતાં સર્જાયાં ભાવવાહી દૃશ્યો. - Divya Bhaskar
કાનુડા જેવા હર્ષને છ વર્ષ સુધી દેવકી બનીને પ્રેમ આપનાર સંસ્થાની દીકરી પાસેથી સ્પેનની યશોદાને સોંપતાં સર્જાયાં ભાવવાહી દૃશ્યો.
 • છ વર્ષ સુધી સંસ્થાની દીકરીઓ સાથે માયા બંધાઈ અને વિદેશની માતાએ ખોળે લેતાં સર્જાયાં લાગણીભર્યાં દૃશ્ય
 • દીપોત્સવી પર્વે માતા-પિતાના છત્રવિહોણા માસૂમના જીવનમાં પ્રકાશ ફેલાયો
 • એક દિવસનું બાળક જ્યારે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં લઈ અવાયું ત્યારે કોઈને કલ્પના નહોતી કે તેનું ભવિષ્ય સ્પેનમાં છે

આજથી સાડાછ વર્ષ અગાઉ એક દિવસનું બાળક જ્યારે ભુજની કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રને મળ્યું ત્યારે કોઈને સ્વપ્નમાં પણ ખ્યાલ નહિ હોય કે તેનું ભવિષ્ય સ્પેનમાં છે. શુક્રવારે સવારે સંસ્થામાં જ્યારે આ છ વર્ષના બાળકને સ્પેનના નોર્મા માર્ટિનીસે દત્તક લીધું ત્યારે સૌની આંખમાં ‘હર્ષ’નાં અશ્રુ હતાં.

અનાથ બાળકોને વહાલથી ઉછેરતી સંસ્થા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અને કારા સંસ્થાના પ્રયત્નથી તેમને ત્યાં ઊછરતો સાડાછ વર્ષના હર્ષને દત્તક લેવા માટે નોર્માએ સંપર્ક કર્યો. સ્પેનથી આ સિંગલ મધરે આ બાળક પર પસંદગી ઉતારી. જન્મના ત્રણ-ચાર મહિના બાદ ખબર પડી કે આ બાળક મૂંગું અને બહેરો છે, જેની કોઈપણ મેડિકલ ટ્રીટમેન્ટ કરી સાંભળતો અને બોલતો કરવો છે એ પ્રશ્ન હતો. ભુજના તબીબોએ એ માટે તૈયારી બતાવી, મુંબઈ કોકેલ થેરપી દ્વારા આજે મશીન દ્વારા સાંભળે છે અને થોડું થોડું બોલતો પણ થયો છે. સંસ્થાના સંકુલમાં પોલીસવડા સૌરભ સિંઘ, બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ, બાળ કલ્યાણ સમિતિનાં ચેરપર્સન દીપાબેન, ઇલાબેન અંજારિયા, અવનીબેન જેઠી, ભાનુબેન પટેલ, સંસ્થાનાં પ્રમુખ કમળાબેન વ્યાસ વગેરેની હાજરીમાં દત્તક વિધિ થઈ, ત્યાર બાદ જ્યારે બાળકને તેની પાલક માતા સંસ્થાની દીકરી કે જે પોતે માંડ પંદર વર્ષની હશે તેને મૂકવા હર્ષ તૈયાર નહોતો. છ વર્ષમાં તેને સંસ્થાની દીકરીઓથી એટલી માયા બંધાઈ ગઈ હતી કે તેને જવું જ નહોતું. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી.

થેન્ક્યુ ઇન્ડિયા - મને માતૃત્વ આપવા બદલ ખૂબ ખૂબ આભાર : નોર્મા માર્ટિનીસ
સ્પેનની સિંગલ મધર નોર્મા માર્ટિનીસે હર્ષને જ્યારે દત્તક લીધો ત્યારે માહોલમાં સર્જાયેલાં લાગણીભર્યાં દૃશ્યો જોઈને બોલી ઊઠી હતી કે મારા માટે ભારતના બાળકને ઉછેરવો થોડું મુશ્કેલભર્યું છે, કારણ કે બન્ને દેશની ભાષા વચ્ચે ઘણો ફરક છે. મને માતૃત્વ આપવા બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર. થેન્ક્યુ ઇન્ડિયા

જ્યારે પોલીસવડા પણ એક મિનિટ માટે ભાવવિભોર બન્યા
હર્ષને ભુજ સંસ્થાની અનાથ દીકરીએ તેની નવી માતા નોર્માને સોંપવાની તૈયારી કરી ત્યારથી હર્ષની ન જવા માટેની જીદ અને રડતા બાળકને જોઈ આ પ્રસંગે બે શબ્દો કહેવા ઊભા થયેલા પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભ સિંઘ પણ ગળામાં ડૂમો ભરાઈ જતાં બોલી શક્યા ન હતા. તેમના અત્યારસુધીના તમામ પ્રસંગમાં આજનો દિવસ જેવી લાગણી પ્રથમ વખત થઈ છે. પોલીસ અધિકારી તરીકે સામાન્ય રીતે ગુનાહિત પ્રવૃત્તિથી જોડાયેલા લોકો સાથે સંપર્કમાં આવતા હોય છે, પરંતુ આજે આ અધિકારીએ એક વિશિષ્ટ કાર્યક્રમમાં જોડાવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

અમારી સંસ્થાનું આ સાતમું બાળક પરદેશ જાય છે : ઇલાબેન અંજારિયા
આજની ઘડી જ એવી હતી કે કોઈ તેની ઊર્મિઓ રોકી શકે એમ નહોતા. સંસ્થા સાતે ત્રણ દાયકાથી વધુ સમયથી જોડાયેલાં ઇલાબેન આ પ્રસંગે આજના દિવસે તેમના કાર્યકાળ દરમિયાન અનેક પ્રસંગો એવા આવ્યા છે કે જ્યારે એમ થાય કે પ્રેમરૂપી પાણી સીંચીને ઉછેરેલાં બાળકો જ્યારે અન્યના થાય છે ત્યારે દુ:ખ તો જરૂર લાગે છે, પરંતુ રૂડા ભવિષ્યને જોતાં હર્ષની લાગણી પણ અનુભવાય છે. આજે છ વર્ષ સુધી જેનું જતન કર્યું છે તે હર્ષ સ્પેન જઇ રહ્યો છે, ત્યારે એટલા જ આશીર્વાદ આપીશ કે તેનું ભવિષ્ય ઉજ્જવળ બને અને સંસ્થાનું નામ રોશન કરે.

વેલકમ બેટા - રડતા હર્ષને ગોદમાં બેસાડીને માએ હસાવવાના કર્યા પ્રયાસ
છ વર્ષ સુધી સંસ્થામાં ઊછરેલું બાળક તેને પોતાનું ઘર જ માની લે છે. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં જ મોટી થયેલી દીકરીઓએ આ અનાથ બાળકને સંતાનની જેમ ઉછેર્યો હતો. નોર્માએ હર્ષને ગોદમાં લીધો ત્યારે તેનું રુદન બંધ કરવા પ્રયાસો કર્યા હતા. તેને સ્પીચ થેરપી આપીને બોલતો કરી દેવા માટે બનતું કરી છૂટવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો