તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Bhuj's Joker Fame Person Has Been Giving Free Tea To The People For The Last 6 Months, And He Will Going To Feed People Variety Food At The Coast Of Rs 10

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્યો:ભુજના જોકર છેલ્લા 6 મહિનાથી તેઓ લોકોને મફત ચા પીવડાવે છે, 10 રૂપિયાના દરે રવિવારે ઢોંસા સહિતનો નાસ્તો આપે છે

ભુજ22 દિવસ પહેલા
જોકર તરીકે જાણીતા સુરેશ સાધુ છેલ્લા 6 મહિનાથી લોકોને મફતમાં ચા પીવડાવી રહ્યાં છે અને દર રવિવારે 5 અને 10 રૂપિયામાં નાસ્તો કરાવે છે
  • 'જોકર' પોતાના મૃત્યુ બાદ ભુજ શહેર બંદ રહે અને તેના સેવાકાર્યોથી લોકો પ્રેરણા લે તેવી આશા રાખે છે

અડગ મન અને સમાજ પ્રત્યે કંઇક કરવાની મહેચ્છા હોય તો કોઇપણ વિકટ પરિસ્થતિમાં પણ તમે એવા સેવાકાર્યો કરી શકો છો. આવુ જ એક સેવાકાર્ય ભુજના સુરેશ સાધુ કે જેઓ જોકરનો વેશ ધારણ કરીને કરે છે. સુરેશ સાધુએ 2014માં વિચાર્યું હતું કે હું 2020માં લોકોને 2 રૂપિયામાં ચા પીવડાવીશ અને તેમણે 2020માં લોકોને 2 રૂપિયામાં ચા પીવડાવી હતી અને છેલ્લા 6 મહિનાથી તેઓ લોકોને મફત ચા પીવડાવે છે. હવે તેમણે નવો નિર્ણય કર્યો છે જેમાં તેઓ 10 રૂપિયામાં લોકોને મસાલા ઢોંસા, ઉત્તપમ, મેંદુવડા સહિતની વાનગીઓ જમાડશે.

જોકર ગરીબોને મફતમાં ચા પીવડાવે છે
કિસીકી મુસ્કુરાહટો પે હો નિસા... કિસીકો દર્દ મિલ સકે તો લે ઉઠા... જીના ઇસિકા નામ હે... જૂના અનાડી ફિલ્મના આ ગીતને સાર્થક કરતા ઐતિહાસિક કચ્છના વડા મથક ભુજના સુરેશ સાધુ નામના વ્યક્તિ જોકરનો વેશ ધારણ કરીને વિવિધ દુકાનોના બેનરો પોતાની લારી પર લગાવીને શહેરભરમાં ભ્રમણ કરવાની સાથે જાહેરાત કરે છે. તેમને આ જાહેરાતોમાંથી જે આવક મળે છે, તેમાંથી તેઓ મહાદેવ નાકા પાસે અન્ય લારીઓમાં ચા બનાવીને ગરીબોને મફતમાં પીવડાવે છે.

જોકર તરીકે જાણીતા સુરેશ સાધુએ જણાવ્યું છેકે, હું વિવિધ દુકાનોની જાહેરાતો કરું છું અને તેમાથી તેમને દરરોજની 800 રૂપિયાની કમાણી થાય છે. આ તમામ કમાણી હું લોકસેવામાં વાપરું છું. પહેલા 2 રૂપિયામાં ચા પીવડાવતા હતા પરંતુ છેલ્લા 6 મહિનાથી તેઓ મફતમાં ચા પીવડાવી રહ્યાં છે અને દર રવિવારે 5 અને 10 રૂપિયામાં નાસ્તો કરાવે છે.

જોકરનો વેશ ધારણ કરીને આ શખ્સ વિવિધ દુકાનોના બેનરો પોતાની લારી પર લગાવીને શહેરભરમાં ભ્રમણ કરે છે
જોકરનો વેશ ધારણ કરીને આ શખ્સ વિવિધ દુકાનોના બેનરો પોતાની લારી પર લગાવીને શહેરભરમાં ભ્રમણ કરે છે

મેરા નામ જોકર ફિલ્મ જોઇને પોતે જોકર બન્યા
'જોકર'ના જણાવ્યા મુજબ તેમણે મેરા નામ જોકર ફિલ્મ જોઇને આવી રીતે ફરવાની શરૂઆત કરી દીધી હતી. આ ફિલ્મના એક દ્રશ્યએ તેમણે જોકર બનવા માટે અનોખી પ્રેરણા આપી હતી. તે ફિલ્મના દ્રશ્યમાં રાજકપુર મનોજકુમારને પૂછે છે કે, સૌથી મોટો જોકર દુનુયામાં કોણ છે? ત્યારે મનોજ કુમાર હાથના અંગુઠાથી ઈશારામાં બતાવે છે ઉપરવાળો!, આજ ફિલ્મના દ્રશ્યબાદ તેમણે થયું કે જો ઉપરવાળો જોકર હોય તો તે પોતે કેમ જોકર ના બની શકે. તે દિવસથી લઇને એટલે 25 વર્ષ પહેલાથી સુરેશ સાધુ જોકર બની ગયા છે.

જોકર પોતાના સેવાકાર્યોના માધ્યમથકી લોકોમાં અનોખી પ્રેરણાનું દ્રષ્ટાંત સ્થાપિત કરી રહ્યા છે
જોકર પોતાના સેવાકાર્યોના માધ્યમથકી લોકોમાં અનોખી પ્રેરણાનું દ્રષ્ટાંત સ્થાપિત કરી રહ્યા છે

માત્ર 10 રૂપિયામાં વિવિધ વાનગીઓ ખવડાવશે
જોકર બનવાની વાતનો તેમને ખુબ જ આનંદ અને સંતોષ પણ છે કારણકે, તેઓ ઇચ્છે છે કે, લોકો તેમના કાર્યોથી પ્રેરણાગત થઇને સંવેદનશીલ બને અને એકબીજાને મદદ કરતા થાય. આમ કરવાથી જોકરને વિશ્વાસ છે કે કોરોના કરતા પણ ભયંકર તકલીફોથી લોકો દૂર થઇ જશે. તેમણે જણાવ્યું છેકે, આ ટર્મની નગર પાલિકાની ચૂંટણીમાં એક રાજકીય પક્ષ માટે જાહેરાત કરવાનું કામ મળ્યું છે.

જેની વિશેષ આવકથી તે માત્ર 10 રૂપિયાના ટોકન ચાર્જથી મસાલા ઢોંસા, ઉત્તાપમ સહિતની અન્ય વાનગીઓ રવિવારે લોકોને જમાડશે. આવા પ્રકારના તમામ સેવાકાર્યોમાં મદદ કરવા માટે નગરના ભરત સોલંકી, જતીન પુજારા જેવા અનેક લોકો જોડાય છે. આ જોકર પોતાના સેવાકાર્યોના માધ્યમથકી લોકોમાં અનોખી પ્રેરણાનું દ્રષ્ટાંત સ્થાપિત કરે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો