ફાઇનલ રાઉન્ડ:ભુજની આસ્થા નવરાત્રિમાં અગિયારસના દિવસે ખૈલેયાઓ મન મુકીને ઝુમ્યા, ગરબા રાઉન્ડની હરીફાઈ થઇ

ભુજ2 મહિનો પહેલા
  • ચિલ્ડ્રન, દાંડિયા અને રાસ ગરબા રાઉન્ડ હરીફાઈ યોજાઈ

અશ્વિન નવરાત્રિ મહોત્સવની ઉજવણી જિલ્લાભરમાં પૂજા અર્ચના અને વિવિધ ગરબીઓમાં રાસ ગરબાની રમઝટ દ્વારા હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ ગઈ છે. પરંતુ અનેક ગરબીઓમાં દશેરા બાદ મેગા ફાઇનલ રાઉન્ડ માટે આસો સુદ અગિયારસના દિવસે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભુજના નાગર ચકલા સ્થિત સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આસ્થા નવરાત્રિમાં ચિલ્ડ્રન, દાંડિયા અને રાસ ગરબા રાઉન્ડ હરીફાઈ યોજાઈ હતી.

નાગર ચકલા ગરબી આમતો પ્રાચીન ગરબી છે. જે છેલ્લા 12 વર્ષથી સંવેદના ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવે છે. આ ગરબી માત્ર શહેરની માતાઓ, બહેનો અને દીકરીઓને સમર્પિત છે. આ નવરાત્રિનું આયોજન ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન જગતભાઈ વ્યાસ, મિતભાઈ પુજારા, નિખિલ જોશી, હર્ષ પુજારા, વિમિત અંતાણી વગેરે સંભાળી રહ્યા છે.

યોજાયેલા મેગા ફાઇનલ રાઉન્ડમાં ત્રણેય ફોર્મેટમાં નવરાત્રિ દરમ્યાન વિવિધ રાસ ગરબામાં વિજેતા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ત્રણેય રાઉન્ડમાં 1 થી 10 સુધીના કુલ 30 વિજેતાઓને દાતાઓના સહયોગથી આયોજકો દ્વારા ઇનામ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...