તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:ભુજની ચાણક્ય ફિઝિયોથેરાપીના છાત્રોએ કચ્છના 1 લાખથી વધુ દર્દીને સાજા કર્યા

ભુજ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છની વિવિધ સંસ્થાઓ-મીડિયા સાથે એમઓયુ કર્યા, છેલ્લા વર્ષના છાત્રોને વ્હાઇટ કોટ પહેરાવ્યા

ચાણક્ય કોલેજ ઓફ ફિઝીયોથેરાપીના પ્રથમ વર્ષ 2020-2024 બેચના વિદ્યાર્થીઓને વ્હાઈટ કોટ સેરેમની તથા કચ્છની વિવિધ સંસ્થાઅો અને મીડિયા સાથે અેમઅોયુ સાઇનિંગ ઈવેન્ટનું અાયોજન ચાણક્ય ફિઝિયોથેરાપી કોલેજ ખાતે કરાયું હતું.કાર્યક્રમને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકવામાં અાવ્યો હતો અને ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરાયું હતું. ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટરેટની પદવી લેતા વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ તેમના વ્યવસાયની ઓળખ સમાન વ્હાઈટ કોટ આપી તેમની અમૂલ્ય કર્તવ્યનિષ્ઠાની જવાબદારીઓ અંગે સમજ અાપવામાં અાવી હતી.

વ્હાઇટ કોટ અાપ્યા બાદ સીઇઅો મેહવિશ મેમણ અને કોલેજના અાચાર્ય રાજકિરણ ટિકુઅે કોટ મેળવેલા છાત્રોને દર્દીને હંમેશા મદદરૂપ થઇશું તેવા શપથ લેવડાવ્યા હતા. અા પ્રસંગે બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડાઅે જણાવ્યું હતું કે, કચ્છમાં ફિઝિયોથેરાપીના અભ્યાસ માટે અેક પણ કોલેજ નથી, ત્યારે ચાણક્ય ગ્રુપ દ્વારા કોલેજની શરૂઅાત કરવામાં અાવી અે ગાૈરવની વાત છે, જેની માટે હું અભિનંદન અને શુભકામનાઅો અાપું છું. તો કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, વ્હાઇટ કોટ પહેરવું અે ગાૈરવની વાત છે, વ્હાઇટ કોટ પહેરવાની સાથે જ અેક ડોક્ટર તરીકેની દર્દી માટે જવાબદારીઅો ખૂબ વધી જાય છે સાથે ડોક્ટરને 365 દિવસ સુધી અને 24 કલાક હસ્તા રહેવાનું સૂચન અાપ્યું હતું, કારણ કે ડોક્ટરને હસ્તો જોઇને દર્દીનો 50 ટકા દર્દ દૂર થઇ જાય છે, તેવું તેણે ઉમેર્યું હતું.

ચાણક્યના મેનેજીંગ ટ્રસ્ટી પંકજભાઇ મહેતાઅે જણાવ્યું હતું કે, કચ્છમાં વિદ્યાર્થીઅો માટે યુનિવર્સિટીની અાપણે ધારણા કરી હતી, પરંતુ કચ્છના સપૂત શ્યામજીકૃષ્ણવર્માના નામની સરકારે કચ્છના લોકોને યુનિવર્સિટી તરીકે ભેટ અાપી છે, જે ખૂબ ગાૈરવની વાત છે. તો તેમણે વધૂમાં બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા છેલ્લા 40 વર્ષથી કચ્છના નાનામાં નાના ગામો માટે વિવિધ રોગોના કેમ્પ કરીને જે સેવા કરવામાં અાવે છે તથા વાલ્વના અને હ્ય્દયરોગના દર્દીઅો માટે મુંબઇ લઇ જઇને સારવાર કરાતી હોવાની વાત બિરદાવી હતી.

આ ઉપરાંત અેમઅોયુ સાયનિંગ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. આ અંતર્ગત ચાણક્ય કોલેજ ઓફ ફિઝીયોથેરાપી દ્વારા કચ્છની વિવિધ 11 જેટલી હોસ્પિટલ સાથે કર્યા હતા અને આ વર્ષે બિદડા સર્વોદયા ટ્રસ્ટ તથા રૂડાણી હોસ્પિટલ સાથે અેમઅોયુ કર્યા હતા. અદાણી ગ્રુપ સંચાલિત અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ વિભાગ સાથે પણ અેમઅોયુ કર્યા હતા, જે અંતર્ગત ધોરણ-11થી કોલેજ સુધીના ચાણક્ય ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કીલ ડેવલોપમેન્ટના સરકાર માન્ય સર્ટીફીકેટ કોર્સ કરાવવામાં અાવશે.

કચ્છ યુનિવર્સિટીના કુલપતિ જયરાજસિંહ જાડેજા, કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.રાજેશ બસિયા, બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, જાણીતા અોર્થોપેડિક ડો. રશ્મિ શાહ, સંસ્થાના ટ્રસ્ટી-ચેરમેન વાડીલાલભાઈ સાવલા, વાઇસ ચેરમેન સંદીપભાઈ દોશી, મેનેજીંગ ટ્રસ્ટી પંકજભાઈ મેહતા, સંસ્થાના પાયોનિયર મહેન્દ્રભાઈ ચોથાણી, સીઈઓ મેહવિશ મેમણ અને આચાર્ય ડો. રાજકિરણ ટીકુ જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન ફિઝીયોથેરાપી વિભાગના હની તીર્થાની અને મનીષા કન્નરે કર્યું હતું.

ચાણક્ય દ્વારા સંસ્થાઅો સાથે કરેલા MOUની યાદી
કચ્છ યુનિવર્સિટી, અેગ્રોસેલ લિમિટેડ, કે.ડી. મોટર્સ, હિલવ્યુ રિસોર્ટ, ગવર્મેન્ટ/ગ્રાન્ટેડ પ્રિન્સિપાલ અેસોસિઅેશનની સાથે સાથે દિવ્ય ભાસ્કર, કચ્છ ઉદય ન્યૂઝપેપર, માં આશાપુરા, આમતક, ચંચળ ન્યૂઝના તમામ મીડિયાકર્મીઓ માટે કુલ 13 જેટલાં અેમઅોયુ કર્યા હતા. આ અંતર્ગત ઉપરોક્ત સંસ્થાના તમામ કર્મીઓને વર્ષમાં ફૂલ બોડી ચેકઅપ, ડાયટ પ્લાન, બીમારીઓ માટે વિશેષ કાળજી અને ફિઝીયોથેરાપીની વ્યવસ્થા સંપૂર્ણ નિ:શુલ્ક અપાશે.

અન્ય સમાચારો પણ છે...