તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Bhuj's Bhujodi Village Award Winning Craftsman Had To Close His Business For Years Due To Skin Infection Due To Sanitizer

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ફેક્શન:ભુજના ભુજોડી ગામના એવોર્ડ વિનિંગ હસ્તકલાના કારીગરને સેનેટાઇઝરથી સ્કિન ઇન્ફેકશન થતાં વર્ષોનો વ્યવસાય બંધ કરવો પડ્યો

ભૂજ5 દિવસ પહેલા
 • ચામડીના રોગ પાછળ 15થી 20 હજારનો ખર્ચ કરવા છતાં પરિણામ શુન્ય

કુદરતી અને કારીગરીની અનોખી અસ્મિતા ધરાવતા કચ્છ મલકના એક હસ્તકલાના કારીગરને કોરોનાથી બચવા માટે સેનેટાઈઝરનો ઉપીયોગ વ્યવસાય બંધ કરાવી ગયો છે. ભૂજ તાલુકાના ભુજોડી ગામે પચાસ વર્ષથી કાર્પેટ હસ્તવળાંટનો વ્યવસાય કરતા વિરજી વણકર હાથમાં સેનેટાઇઝર લગાડવાથી સ્કિન ઇન્ફેક્શનનો શિકાર બન્યા છે. તેમની બન્ને હાથની હથેળીઓ પર ફોલ્લા પડી જતા તે કામ ન કરી શકતાં તેમનો વ્યવસાય બંધ થઇ ગયો છે.

આ અંગે વિરજીભાઈ જણાવ્યું હતું કે, કોરોનાની શરૂઆતના સમયમાં સરકારી કચેરી, બેન્ક વગેરે સ્થળોએ કામસર જતા ત્યારે બહાર કર્મચારી દ્વારા હાથમાં સેનેટાઈઝર લગાડ્યા બાદ પ્રવેશ અપાતો, જેના કારણે તેમને હથેળીઓમાં ફોલ્લીઓ થવા લાગી હતી જે ધીરે ધીરે વધતી ગઈ અને હાથ એકદમ સખ્ત થઈ જતા તેનો ઇલાજ પણ કરાવ્યો જેના પાછળ 15થી 20 હજારનો ખર્ચ કરવો પડ્યો પરંતુ હાથથી કામ થઈ શકતું ન હોવાથી આજે વર્ષીનો ધંધો ખોવાનો વારો આવ્યો છે.

પોતે બનાવેલા વુલન કાર્પેટની માંગ ઠંડા પ્રદેશોના આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં ખૂબ રહે છે પણ ચામડીની બુમરીના કારણે આ દેશમાંથી મળેલા ઓર્ડર કેન્સલ કરવા પડ્યા છે હાલ મારા જેવા માત્ર એક બે કારીગરજ કચ્છમાં કાર્યરત હોવાનું તેમણે કહ્યું હતું. આમ કોરોના બીમારી જેને થાય તેનેતો ઠીક પણ જેને નથી થઈ તેને પણ ક્યાંકને ક્યાંક અસર કરનારી બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો