તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારીગરની કારીગરી:કોરોના કાળમાં દુકાનનો ખર્ચ ન પરવડતાં ભુજના નાઈએ ફરતી સલૂન શરૂ કરી

ભુજએક મહિનો પહેલા
  • કારીગર છોટાહાથી વાહનને સલૂનની દુકાનમાં રૂપાંતર કરી ભુજના રસ્તાઓ પર ફરે છે

કોરોનાના છેલ્લા દોઢ વર્ષના કપરા કાળમાં દેશ દુનિયાની સાથે કચ્છમાં પણ દરેક ક્ષેત્રે વ્યાપક નુકશાની જોવા મળી છે. તેમાં અનેક લોકોના ધંધા રોજગાર ભાંગી ગયા છે. તો સેંકડો લોકોએ પોતાનો વ્યવસાય બદલવવો પડ્યો છે. ત્યારે ભુજના એક કેશ કર્તનના કારીગરે ધંધાને તો નહીં પરંતુ વ્યવસાયના સ્થળને જરૂર બદલી નાખ્યું છે. અને પોતાનો સલૂનનો વ્યવસાય પણ ચાલુ રાખ્યો છે.

મૂળ દિયોદરના અને છેલ્લા પાંચ વર્ષથી ભુજમાં આવીને વસેલા વાળંદ અમીચંદભાઈએ હોસ્પિટલ રોડ પર ભાડાની દુકાનથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો, પરંતુ કોરોનાની શરૂઆત થતા લડાયેલા લોકડાઉન અને ત્યારબાદ સમયાંતરે તંત્ર દ્વારા પ્રતિબંધના કારણે દુકાન ભાડું ભરવું મુશ્કેલ બની ગયું હતું. અંતે દુકાન ખર્ચ ન પરવડતા તેમના વતનના મિસ્ત્રી પાસેથી રૂ. બે લાખના ખર્ચમાં છોટાહાથી વાહનમાં સુંદર મજાની સલૂનની દુકાન તૈયાર કરાવી શહેરીજનો માટે હરતી ફરતી સલૂન શરૂ કરી છે. જે ભુજના વિવિધ માર્ગની બાજુમાં જોવા મળી રહી છે. લોકો પણ આ નવી પહેલને આવકાર આપી અમીચંદભાઈનો ઉત્સાહ વધારી રહ્યા છે.

ભુજના નાઈ દ્વારા નાસીપાસ થવાના બદલે આત્મનિર્ભર બનવાની અનોખી પ્રેરણા પણ પુરી પાડવામાં આવી છે અને પોતાની હરતી ફરતી મોબાઈલ સલૂન દ્વારા વર્ષો જૂની યાદ પણ તાજી કરી રહ્યાનું વડીલોએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, વર્ષો પહેલા નાઈ લોકો ગામ શહેરના વિસ્તારોમાં જઇ બાલ-દાઢી બનાવતા અલબત્ત ભુજની બજારોના ભાડા જોતા હવે ભવિષ્યમાં ખાણીપીણીની જેમ અન્ય વ્યબસાયની લારીઓ રસ્તા પર ફરતી જોવા મળે તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...