તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ભુજની બાળાને મળ્યો ઇન્ટરનેશનલ ગ્લોબલ કિડ્સ અચિવર્સ એવોર્ડ

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દર વર્ષે દિલ્હી ખાતેથી આંતરરાષ્ટ્રીય સ્તરેથી લગભગ 100 જેટલા બાળકોને ટેલેન્ટના આધારે ગ્લોબલ કિડ્સ એચિવર્સ એવોર્ડ આપવામાં આવે છે, ત્યારે આ વર્ષે ભુજની બાલિકા ધ્યાના મિલન સોનીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ભુજની ધ્યાના સોનીને વર્લ્ડ રેકોર્ડસ માટે અનેક એવોર્ડ અપાયા છે. ધ્યાના મોડલિંગ, ડાન્સિંગ અને કચ્છની પ્રથમ ચાઇલ્ડ આર્ટીસ્ટ તરીકે અભિનેત્રી આલિયા ભટ્ટ જોડે કામ કરી ચૂકી છે. તેના આ ટેલેન્ટને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેલેન્ટેડ બાળકોને અપાતા એવોર્ડમાં નોમિનેશન કર્યું હતું અને ગ્લોબલ કિડ્સ એચિવર્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હાલની કોવિડની પરિસ્થિતિને કારણે દિલ્હી ખાતે મોટું આયોજન કરાયું નહતું અને આ એવોર્ડ વર્ચ્યુઅલ રીતે આપવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન એવા પદ્મશ્રી વિજેતા પ્રતિભા પ્રહલાદના હસ્તે એવોર્ડ અપાયો હતો. ચિફ ગેસ્ટ નોયડા ફિલ્મ સિટીના ફાઉન્ડર ડો. સંદિપ મારવા ઉપરાંત કચ્છમાંથી તેમને અભિનંદન પાઠવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો