તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓને રાહત:ભુજની એન્કરવાલા સ્કૂલે તમામ વિદ્યાર્થીઓની એક વર્ષની ફી માફ કરી

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફીની વસૂલાત કર્યા વગર જૂના-નવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ

ભુજ શહેરના સંસ્કાર નગર વિસ્તારમાં આવેલી એન્કરવાલા સ્કૂલ દ્વારા કોરોનાકાળની કપરી પરિસ્થિતિમાં સમાજ પ્રેરિત શિક્ષણની ભારતીય પરંપરા મુજબ શાળામાં અભ્યાસ કરતા નાના મોટા તમામ વિદ્યાર્થીઓની આગામી વર્ષ માટે ફી માફ કરી અનોખી પહેલ કરી છે. જેના કારણે અનેક પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. અને શાળાના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.

ભુજમાં સને 1988ના વર્ષમાં સ્થાપિત ભારતીય પરંપરા અનુસાર શિક્ષણ કાર્ય ચલાવતી કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા સ્કૂલ દ્વારા સામાન્ય પરિવારો માટે રાહતરૂપ નિર્ણય કરી, અભ્યાસ કરતા બાળકોની વાર્ષિક ફિસ જતી કરી દેવામાં આવતા કોરોનાકાળની કપરી પરિસ્થિતિમાં અનોખી પહેલ સાથે સમાજ ઉપીયોગી કામ કર્યું છે.

વિદ્યા ભારતી સંસ્થા સાથે સંકળાયેલી એન્કરવાલા સ્કૂલ દ્વારા નર્સરીથી લઈ ધોરણ 10 સુધીના તમામ અભ્યાસ કરતા અંદાજિત 300 જેટલા વિદ્યાર્થીઓની ફી માફ કરી દેવામાં આવી છે. 6 થી 8 હજાર રૂપિયા સુધીની વાર્ષિક ફી માફ કરી અનોખી પહેલ સાથે સ્કૂલનો ખર્ચ હવે સંસ્થા પોતે ભોગવશે. અને ગત વર્ષની ફી પણ લોકડાઉન અને કોરોનાના કારણે મોટા ભાગની જતી કરી હતી. જ્યારે આ વર્ષે માફ કરી છે.

ભુજની એન્કરવાલા સ્કૂલના ટ્રસ્ટીનવીનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે ભારતીય પરંપરા અનુસાર સમાજ શિક્ષણના ઉદ્દેશ સાથે વિદ્યા ભારતી સંસ્થા સંલગ્ન આ શાળાને 33 વર્ષ થઈ ગયા છે. જેમાં અભ્યાસ કરતા સામાન્ય પરિવારના બાળકોનું ભણતર બગડે નહિ તે માટે શાળાએ વાર્ષિક ફી માફ કરી છે. તેમજ નવા આવતા છાત્રો માટે પણ વિનામૂલ્યે પ્રવેશ અપાઈ રહ્યો છે. બાળકોના ભાવિ ખરાબ ન થાય તે આશયથી આ પહેલની શરૂઆત કરવામાં આવી છે.

હાલમાં જ્યારે ખાનગી શાળાઓ અભ્યાસ ફી માફ નથી કરી રહી. તેમને પણ અનેક ખર્ચ પહોંચતો હશે. ત્યારે સ્કૂલના ટ્રસ્ટી બોર્ડે સંઘ પરિવાર સાથે એક બેઠક યોજી શાળામાં શિક્ષણ મેળવતા દરેક ધોરણના વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે હાલના કોરોનાકાળને ધ્યાનમાં રાખીને રૂ. 6 થી 8 હજાર સુધીની વર્ષ 2021 અને 22 સુધીની ફી માફ કરવામાં આવી છે. આ સદકાર્યમાં સમાજના મોવડીઓ અને દાતા પરિવારનો સહયોગ મળતો રહેશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...