ગૌરવ:ભુજનો 63 વર્ષીય ‘યુવાન’ રાજ્ય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં દ્વિતીય

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા તેઓ દિલ્હી જશે

વડોદરામાં સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશન દ્વારા રાજ્ય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ભુજના 63 વર્ષીય “યુવાન”એ કુલ 300 કિગ્રા વજન ઊંચકીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. બેન્ક ઓફ ઇન્ડિયાના રિટાયર્ડ સિનિયર મેનેજર અલીખાન મહમદખાન પઠાણે સ્કવેટમાં 90 કિલો, બેંચપ્રેસમાં 80 કિલો તેમજ ડેડલિફ્ટમાં 130 કિલો સહિત સ્પર્ધામાં કુલ 300 કિલો વજન ઊંચકી દરેક શ્રેણીમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.

સામાન્ય રીતે માસ્ટર-1 એ 40 થી 50 વય જૂથ વચ્ચે, માસ્ટર-2 એ 50 થી 60 વય જૂથ અને માસ્ટર-3 એ 60થી ઉપરના વય જૂથ વચ્ચે સ્પર્ધા યોજાતી હોય છે. ગુજરાતમાં ભાગ્યેજ કોઈ 60 વર્ષ ઉપરના ખેલાડી રમતા હોય છે, માટે માસ્ટર-1 અને 2 શ્રેણીમાં જ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આમ અલીખાન, જે માસ્ટર-3 વય જૂથના ખેલાડી હોવા છતાં માસ્ટર-2 વય જૂથના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ભાગ લેવો પડ્યો હતો.

આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા તેઓ દિલ્હી જશે. જેમાં 370 કિલોથી વધુ વજન ઊંચકી નેશનલ રેકોર્ડ બનાવશે તેવું તેમના રાષ્ટ્રીય કક્ષાના કોચ સિનિયર બોડી બિલ્ડર અને પાવરલિફ્ટ નિખિલ મહેશ્વરીએ જણાવ્યું હતું. અલીખાન પીપીસી કલબ જીમમાં ટ્રેનીંગ લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...