તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Bhujodi's National Award Winner Lost Three Months Of Business Due To Skin Infection Due To Sanitation, Spent Rs 15000 So Far In Recession!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હસ્તકળા કારીગરની વ્યથા:સૅનેટાઇઝથી સ્કિન ઇન્ફેક્શન થતા ભુજોડીના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાએ ત્રણ મહિના ધંધો ખોયો, મંદીમાં અત્યાર સુધી 15000 ખર્ચ કર્યો!

ભુજએક મહિનો પહેલા

કોરોના વચ્ચે બે કચેરીમાં હું ગયો,ત્યાં મારા હાથ સૅનેટાઇઝ કરવામાં આવ્યા હતા.ત્યારથી બંને હાથમાં ઇન્ફેક્શન થયું છે.આ ઇન્ફેક્શનના કારણે ત્રણ મહિના ધંધો ખોવો પડ્યો. આ શબ્દો છે ભુજોડીમાં પચાસ વર્ષથી જે હાથો વડે વણાટકામ કરે છે, તે કારીગર વિરજી વણકરના. વધુમાં જણાવ્યું કે, હાલ કોરોના વચ્ચે પણ વુલન કાર્પેટની અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે મહત્તમ ફિનલેન્ડમાં ઠંડી વધુ હોતા સ્થાનિક લોકો પ્રોડક્ટની ડિમાન્ડ કરી રહ્યા છે. જો કે ત્રણ મહિના હું વણાટકામ ન કરી શક્યો અને મારા બને દીકરા કરતા રહ્યા.આમ રાષ્ટ્રીય મેરીટ એવોર્ડ વિજેતા વણાટકામ કારીગરએ કોરોનાથી બચવા હાથ સૅનેટાઇઝ કર્યા પણ ધંધા અને પૈસામાંથી જ તેમને હાથ ધોઈ નાખવા પડ્યા

.

જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જે.ઓ.માઢકએ ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે,જિલ્લામાં અત્યાર સુધી આવો એક પણ કેસ નથી ધ્યાને આવ્યો.જો કે કોઈ એક વ્યક્તિનો કેસ હોય તો તે બાબતે તપાસ માગી લે છે.ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રમાણિત સેનેટાઈઝર વાપરવા માટે તેમણે અપીલ કરી હતી અને લોકોને માર્ગદર્શિકા અનુસાર વારંવાર પોતાના હાથ ધોવા જોઈએ તેવું પણ તેમણે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો