તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં દર્દીઓ ને દવા સાથે કાળજી પણ જરૂરી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નર્સિંગ સ્ટાફ પણ દર્દીઓની પુરતી કાળજી લેતો નથી
  • તબીબો 24 કલાકમાં પૂરતી જાત તપાસ કરતા નથી

ભુજમાં જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ અાવેલી છે, જેમાં શંકાસ્પદ અને સંક્રમિત દર્દીને દવા ઉપરાંત કાળજીની જરૂર હોય છે. પરંતુ, તબીબો 24 કલાકમાં પૂરતી જાત તપાસ કરતા નથી અને નર્સિંગ સ્ટાફને પણ દર્દી મરે કે જીવે અેની દરકાર હોતી નથી, જેથી ઘર પરિવારના સભ્યોની હાજરી વિના દર્દીઅો ભયભીત દશામાં પૂરતી ઊંઘ પણ લઈ નથી શકતા. અેટલું જ નહીં પણ ગંભીર સ્થિતિઅે પહોંચ્યા બાદ દમ તોડી દે છે. અેવું કોરોનાગ્રસ્ત મૃતકના સ્વજનો પાસેથી જાણવા મળ્યું છે.

દર્દીઅોના સ્વજનો પાસેથી મળતી વિગતો મુજબ શંકાસ્પદ દર્દી અને કોરોનાગ્રસ્ત દર્દીના જનરલ રૂમ વચ્ચે કોઈ અંતર જ નથી. શંકાસ્પદ દર્દી રાત્રે દાખલ કરાયો હોય તો તેનો ટેસ્ટ પણ રાત્રે લેવાય છે, જેથી રિપોર્ટ ન અાવે ત્યાં સુધી દાખલ જ હોય છે. જે દરમિયાન નર્સિંગ સ્ટાફના કેટલાક કર્મચારીઅો, ખાસ કરી કેટલાક પુરુષ કર્મચારીઅો દર્દીને ઈરાદાપૂર્વક પ્રાથમિક સુવિધાથી પણ વંચિત રાખવાની નીતિ અપનાવે છે. અેવી જ રીતે સંક્રમિત દર્દીની સ્થિતિ જાણ્યા વિના સત્વરે દાખલ કરવાને બદલે વિલંબ નીતિ અપનાવાઈ રહી છે.

સંક્રમિત દર્દીને દાખલ કરાય ત્યાર બાદ તેની સ્થિતિને અનુરૂપ ઓક્સિજન, બાયપેપ, વેન્ટિલેટરની સુવિધાથી વંચિત રખાય છે, જેથી કેટલાય દર્દીઅો મોતના મોઢામાં ધકેલાઈ રહ્યા છે. ગંભીર સ્થિતિઅે પહોંચેલા દર્દીઅોને પીવાનું પાણી પણ નિયમિત મળતું નથી. દર્દીના ઘરેથી અાવેલા ભોજન સહિતના પાર્સલ પણ સમયસર પહોંચતા કરવામાં અાવતા નથી. બપોરે અાવેલું ભોજન બપોર ઢળી ગયા બાદ પહોંચાડાય છે.

ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનની વિતરણ વ્યવસ્થા ભ્રષ્ટાચારની પોષક: વોચ ગોઠવાય
કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારના સભ્યો તબીબે લખી દીધા બાદ અોક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશન માટે ગોઠવાયેલ વિતરણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે. જેની પણ ખૂબ ફરિયાદો ઉઠી રહી છે. જે અંતે સરકાર અને વહીવટી તંત્રને જ ખરાબ ચિતરે છે. કેમ કે, ઓળખાણ વિના અોક્સિજન કે રેમડેસિવિર નહીં મળે અેવું કંઇ વધારાની રકમ વસુલાય છે.

ચાંપતી નજર રાખે એવી સંસ્થાને જવાબદારી સોંપો
હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઅોના સ્વજનો અને કોરોનાગ્રસ્ત મૃતકના પરિવારજનોઅે જણાવ્યું હતું કે, હકીકતમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપર ચાંપતી નજર રાખે અેવી સંસ્થાને જવાબદારી સોંપવાની જરૂર છે. કેમ કે, મોટાભાગનો નર્સિંગ સ્ટાફ દર્દીઅોની દેખરેખ કરવાને બદલે મોબાઈલમાં મોઢું નાખીને બેઠો હોય છે. અેટલું જ નહીં કાયમ માટે કોઈ અેક સંસ્થાને જવાબદારી સોંપવાને બદલે જુદી જુદી સંસ્થાઅોને રોટેશન મુજબ જવાબદારી સોંપવી જોઈઅે, જેથી સ્ટાફ સાથે પરિચય કેળવાયા બાદ જવાબદારી ભૂલી ન જાય.

અન્ય સમાચારો પણ છે...