તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:ભુજની બાળાએ માત્ર સાત વર્ષની ઉમરે લેખન, વક્તવ્ય-નૃત્યકલા ક્ષેત્રે અનેક પુરસ્કાર પ્રાપ્ત કર્યા

ભુજ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજની માર્મી નિલય શુક્લાએ રાષ્ટ્રીય પતંગોત્સવ, કચ્છ ફિલ્મ સોસાયટી, રણોત્સવ, સંસ્કૃત પ્રચારિકા, ઓનલાઇન શિક્ષણ, ગુજરાતી નાટકો, ક્લાસિકલ નૃત્ય, નિબંધો, કવિતાઓ, વાર્તાઓ સહિતની કળાઓમાં આગવી પ્રતિભા થકી પોતાનું નામ જિલ્લા તેમજ રાજ્ય સ્તરે રોશન કર્યું છે. માત્ર સાત વર્ષની ઉંમરે જ ભારતીય નાટ્યમની તાલીમ શરૂ કરી હતી તેમજ ગણેશ સ્તુતિ, નટરાજ સ્તુતિ કંઠસ્થ કરી હતી અને મંચ પર વક્તવ્ય આપવાની શરૂઆત કરી હતી. અનેક વખત કચ્છના રણોત્સવમાં પોતાની કળાના કામણ કરવાનો મોકો મળ્યો હતો. આટલી નાની ઉંમરમાં જ અત્યાર સુધીમાં અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.

હાલમાં સંસ્કૃત પ્રચરિકા તરીકે સેવા આપે છે તેમજ સ્વિમિંગ, બુલેટ રાઇટીંગ, કાર ડ્રાઈવિંગ, તેમજ સ્કેટિંગ વગેરેમાં નિપુણતા ધરાવે છે. ક્લાસિકલ સંગીતમાં હાલ વિશારદનો અભ્યાસ ચાલુ છે. તેઓ એક સાથે આટલી પ્રતિભાઓ મેળવવી તેને ઈશ્વરના આશીર્વાદ તેમજ મહેનતનું ફળ ગણાવે છે.

વર્ષ 2019માં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે બહુમુખી પ્રતિભા એવોર્ડ અને અમદાવાદમાં સ્ટુડિયો જલશોમાં કવિતાઓ અને વાર્તાઓ રેકોર્ડ કરી ઓનલાઇન પ્રસારિત થઈ હતી, વર્ષ 2020માં રાજસ્થાનમાં રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓની હાજરીમાં નારી શક્તિ એવોર્ડ, ગાંધીનગરમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ગુજરાત ઇલેક્શન થીમમાં ગીત ગાઈ ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરવા સન્માનિત કરાયા હતા અને ગુજરાત સરકારના બેટી બચાવો બેટી ભણાવો અભિયાનમાં સહભાગી બની દીકરીના શિક્ષણને પ્રોત્સાહન આપવા ઉપરાંત શિક્ષણ, કલા, સાહિત્ય, રમત ગમત, સમાજ કાર્ય ક્ષેત્રમાં યોગદાન બદલ જિલ્લા મહિલા બાળ અધિકારી તરફથી પ્રમાણપત્ર પ્રાપ્ત થયો છે.

અન્ય સમાચારો પણ છે...