તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ભુજના યુવાને વ્યાજખોરના ત્રાસથી હમીરસરમાં ઝંપલાવ્યું, બચાવી લેવાયો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોક દરબારના ગણતરીના કલાકોમાં ઘટના બની

વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો ગેરવ્યાજબી પગલા ભરતા હોય છે, બદીને ડામવા માટે પશ્ચિમ કચ્છ અેસપીઅે જિલ્લા તાલીમ ભવન ખાતે લોક દરબાર યોજયો હતો જેના ગણતરીના કલાકોમાં જ ભુજના યુવાને વ્યાજખોરોના ત્રાસથી હમીરસર તળાવમાં ઝંપલાવ્યું હતું. જો કે તેના મિત્રો તળાવમાં કુદકો મારી તેને બચાવી લેવાયો હતો. શહેરના સરપટ ગેટ વિસ્તારમાં રહેતો રાજેશ રાજગોર (ઉ.વ.30) સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાના મિત્રોને અલવિદા કરવા માટે વિડીયો કોલ કરી હમીરસર તળાવમાં પડતુ મુકયુ હતું. બે મિત્રો તાત્કાલીક પાવડી પાસે પહોંચી આવી કુદકો મારી તેને બહાર કાઢી લાવ્યા હતા.

સદભાગ્યે તળાવમાંથી બહાર કાઢી આવતા કોઇ જાનહાની થઇ ન હતી. કંટ્રોલરૂમમાં જાણ થતા અે ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઅો પણ ત્યાં પહોંચી આવ્યા હતા. તળાવમાંથી બહાર કાઢયા બાદ તેની પુછપરછ કરતા, પેંડાનો કારીગર હોવાનો તેમજ લોકડાઉન પૂર્વે જુગારમાં રૂપિયા હારી જતા વ્યાજે નાણા લીધા હતા બાદમાં લોકડાઉન આવતા મીઠાઇના ધંધામાં મંદી આવી હતી જેથી તે ચૂકવી શકયો ન હતો.

ત્રણેક લાખ જેટલો લેણો થઇ ગયો હોવાથી તેમજ પઠાણી ઉઘરાણી કરી મીટર લેખે વ્યાજ માટે ત્રાસ આપતા હોવાથી હમીરસર તળાવમાં કુદકો માર્યા સિવાય કોઇ વિકલ્પ દેખાયો ન હોવાથી તેણે પડતુ મુકયુ હતું. આ શખ્સે પાંચેક શખ્સો પાસેથી મળી કુલ ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જે પૈકી બેથી ત્રણ ઘણા રૂપિયા ચૂકવી દીધા હોવા છતા ઉઘરાણી કરવામાં આવી હતી.

મામા નામના શખ્સે સવારથી 10 હજાર માટે ત્રાસ આપ્યો
પાવડી પાસે બહાર કઢાયેલા યુવકને પુછતા તેણે જણાવ્યું હતું કે, સવારથી દસ હજાર રૂપિયા માટે મામા નામના યુવકે માનસિક ત્રાસ આપ્યો હતો અનેક મિત્રોને પૈસા માટે ફોન કર્યા પણ કયાંથી મેડ ન પડતા હમીરસર તળાવમાં ઝંપલાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...