તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:કચ્છ-સૌરાષ્ટ્રમાં 25,000 યુવતીને ભુજની મહિલાએ આપી તાલીમ

ભુજ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીધામમાં નિર્મલા મહેશ્વરીનું કરાયું સન્માન, 3 દિવસીય શિબિર યોજાઇ

ગાંધીધામ ખાતે યોજાયેલી ત્રણ દિવસીય મહિલા આત્મ સંરક્ષણ તાલીમ શિબિરમાં નિઃશુલ્ક સેવા આપનારા અને અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 25,000 જેટલા છાત્રોને તાલીમબદ્ધ કરનારા ભુજના નિર્મલા મહેશ્વરીનું ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પાઘડી પહેરાવી અને તલવાર આપીને સન્માન કર્યું હતું. આ શિબિર કચ્છ જૂડો એસોસિએશન અને મતિયા દેવ સેવા ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે યોજાઇ હતી. જેમાં 200 જેટલી નાની-મોટી ઉમરની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ભાગ લેનારાઓને તાલીમ પૂરી કરવા સબબનું પ્રમાણપત્ર અપાયું હતું. સમારંભના મુખ્ય મહેમાન ધારાસભ્યે મહિલા સશક્તિકરણની દિશામાં આ મોટી કામગીરી ગણાવી હતી અને ઘરની ચાર દીવાલોની બહાર નીકળી પોતે કોઈ પણ રીતે પુરુષ સમોવડી બને તે માટે પોતાની જાતને આ રીતે તૈયાર કરવાની શીખ આપી હતી.

ગાંધીધામની નગરસેવિકા મનીષા ધુઆના પ્રયાસોથી યોજાયેલા કાર્યક્રમમાં નગરસેવક પ્રવિણભાઈ મહેશ્વરી, મનોજભાઈ, સુરેશભાઈ ગરવા અને હિનાબેન સથવારાએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સામાજિક અગ્રણી હીરાભાઈ ધુઆ, કરસન દનિચા તેમજ ભારમલ મારાજે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો