આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ:ભુજના મહિલાએ પ્રૌઢ વયે PSIની કસોટી પાસ કરી, ડઝન બહેનોને આપી રોજગારી

નાના અંગિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડકારો ઝીલીને મહિલાઓ માટે હેન્ડીક્રાફ્ટનો વર્કશોપ શરૂ કર્યો

‘કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ ઉક્તિને સાર્થક કરતા ભુજના મહિલાએ નાની વયે પિતા અને ચારેક વર્ષ પહેલાં પતિ ગુમાવ્યા છતાં હિંમત ન હારીને જીવનના પડકારો ઝીલ્યા અને 45ની વયે પોલીસની કઠિન પીએસઆઇની શારીરિક પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. એટલું જ નહિ તેઓ અન્ય ડઝન જેટલી બહેનોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે.

45 વર્ષીય પ્રોઢ એકલનારી મહિલાએ અન્ય મહિલાઓ ને આર્થિક રીતે પગ બનાવીને સ્વમાનભેર જીવન જીવવા માટે ભુજમાં રહેતા પ્રીતિબેન ચેતનભાઇ સોનીના પતિનું અકાળે અવસાન થતા, પોતાના પુત્રના શિક્ષણની જવાબદારી શીરે આવી ચડી હતી તેને સુપેરે નિભાવવાની સાથે અન્ય એક ડઝન જેટલા ઘરોના ગુજરાન ચલાવવા માટે પ્રયત્નશીલ બન્યા હતા. બાળપણમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ, તેમના માતાએ જ માતા-પિતા તરીકેની જવાબદારી સંભાળી હોવાથી એકલવાયી નારી પરિવારની સ્થિતિથી વાકેફ હતા.

પતિનું અવસાન થયા બાદ મનને મક્કમ કરીને ડગ ભર્ય અને જરૂરીયાતમંદ નારીઓને આર્થિક રીતે મદદરૂપ થવાની ભાવના સાથે હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રે વર્કશોપ સ્થાપ્યો. મહિલાઓને પોતાના પરિવાર માટે સમય આપવો પડતો હોવાથી તેમના સમય મુજબ કામ કરી શકે તેવું આયોજન તેમણે કર્યું છે. તેઓ વિવિધ એન.જી.ઓ. અને મહિલા વિકાસ સંગઠન તેમજ અન્ય સંગઠનનો, સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

કોરોના કાળનો અભ્યાસમાં સદ્દ ઉપયોગ કર્યો
શિક્ષણને ઉંમરનો બાધ નથી નડતો, તેવા વિચાર સાથે કોરોના સમયગાળામાં ઘેર બેઠા માસ્ટર ડિગ્રી મેળવી. 45ની વયે પોલીસ વિભાગની કઠીન ગણાતી પીએસઆઇની ગ્રાઉન્ડ પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરીને અન્ય મહિલાઓ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવાર, વર્કશોપ તેમજ બાકી બચતા વધારાના સમયમાં પોલીસ, ફોરેસ્ટ વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીને આગળ સમયમાં મહિલાઓ, સમાજ અને દેશ માટે કંઈક કરી છૂટવાની તેઓ ભાવના ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...