હાલાકી:ભુજની મહિલા, બાળાને અમદાવાદ એરપોર્ટ પર હેરાનગતી

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેકસિનના ડોઝ લીધા હોવા છતા બંનેના આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવાયા
  • એરપોર્ટ ઓથોરીટીએ બાળાનુ પણ ટેસ્ટ કરાવી, 4-4 હજાર ખંખેરી લીધા હોવાનો ગંભીર આક્ષેપ

ભુજના સોની પરિવારની મહિલા બાળાને મુકવા માટે અમદાવાદથી પુના જઇ રહ્યા હતા, શનિવારે અમદાવાદ અેરપોર્ટ પર તેઅો પહોંચ્યા હતા. અેરપોર્ટ અોથોરીટીઅે અાર.ટી.પી.સી.અાર. ટેસ્ટની માગણી કરી હતી જેથી મહિલાઅે વેકસીનના બંને ડોઝ લઇ લીધા હોવાના પુરાવા બતાવ્યા હતા. ટેસ્ટ ફરજિયાત હોવાનું કહી તેમને મુસાફરી કરવાની ના પાડી દીધી હતી. બાદમાં અેરપોર્ટ પર જ મહિલા તેમજ બાળાનું ટેસ્ટ કરાયું હતું જેના અેરપોર્ટ સત્તાવાળાઅે 4-4 હજાર રૂપિયા ખંખેરી લીધા હતા. ત્રણ દિવસે રિપોર્ટ અાવે ત્યાં અડધા કલાકમાં જ રિપોર્ટ અાપી દેવાયો હતો.

ભુજના જ્વેલર્સ શોપ સાથે સંકળાયેલા હર્ષદભાઇ સોનીના પત્ની સુનંદાબેન સોની અને અાઠ વર્ષીય મીરા સોનીને પુના જવાનું હોવાથી શનિવારે અમદાવાદ અેરપોર્ટે પુનાની સ્પાઇસ જેટ કંપનીના વિમાનમાં મુસાફરી કરવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ અેરપોર્ટ અોથોરીટીઅે અાર.ટી.પી.સી.અાર. રિપોર્ટની માગણી કરી હતી જેથી તેમણે કોરોનાને લગતી રસીના બંને ડોઝ લઇ લીધા હોવાની વાત કરી હતી અને ડોઝ લીધા હોવાના પુરાવા બતાવ્યા હતા. જો કે, કોઇપણ હિસાબે રિપોર્ટ કરાવવો ફરજીયાત હોવાનું કહીને મુસાફરી કરવાની મનાઇ ફરમાવી દીધી હતી.

જો મુસાફરી કરવી હશે તો અેરપોર્ટ પર જ અાર.ટી.પી.સી.અાર. ટેસ્ટ કરાવવું પડશે તેવી વાત કરી હતી, તો મહિલાનું તો ઠીક પર અાઠ વર્ષીય બાળાનું રિપોર્ટ પણ કરાવ્યું હતું. રિપોર્ટ કરવા માટેના અેકના 4 હજાર અેમ 8 હજાર રૂપિયા ખંખેરી લેવાયા હતા. ગુજરાત રાજયમાં કયાંય અાર.ટી.પી.સી.અાર. ટેસ્ટના 4 હજાર રૂપિયા લેવાતા નથી પણ અમદાવાદ અેરપોર્ટ અોથોરિટના ભાવ સાૈથી ઉંચા અને ગેરવ્યાજબી રખાયા હોવાની વાત હર્ષદભાઇ સોનીઅે કરી હતી. તો હાલ ત્રણ દિવસે રિપોર્ટ મળે છે ત્યારે અેરપોર્ટ વાળાઅે 30 મીનિટમાં રિપોર્ટ હાથમાં અાપી દીધો હોવાની વાત ઉમેરી હતી.

અન્ય સમાચારો પણ છે...