તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:ભુજ APMCમાં રસીકરણ કેમ્પમાં 134 રસી લીધી

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ એ.પી.એમ.સી.ના સરદાર પટેલ માર્કેટ યાર્ડ ખાતે જિ.પં. આરોગ્ય શાખા દ્વારા કોવિડ રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 134 લોકોએ રસી લીધી હતી. મેડિકલ ઓફિસર ડો.ખેતાજી સોઢાએ લોકોને વધુમાં વધુ રસી લેવા બાબતે અનુરોધ કર્યો હતો.

અધ્યક્ષસ્થાનેથી એ.પી.એમ.સી.નાના ચેરમેન કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે મહામારી સામે લડવા માટે રસી જ અકસીર ઈલાજ છે. લોકોએ કોઈપણ અપપ્રચારમાં આવ્યા વિના રસી લઇ સુરક્ષિત થવું જોઈએ તેમજ સો ટકા રસીકરણ સાથે સંક્રમણથી બચવા માસ્ક, સેનેટાઈઝર અને સામાજિક અંતર અવશ્ય જાળવી રાખવાથી મહામારીને ટાળી શકાશે.

આ કેમ્પમાં એપીએમસીના સર્વે ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકોને રસી લેવા માટે જણાવ્યું હતું. આ પ્રસંગે વાઇસ ચેરમેન જીગ્નેશભાઈ શાહ, ડાયરેક્ટર નવીનભાઈ ગણાત્રા, સેક્રેટરી એસ.એસ. બરાડીયા તથા સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...