સર્વ રોગ નિદાન કેમ્પ:ભુજ તાલુકાનો આરોગ્ય મેળો સોમવારે ટાઉનહોલમાં યોજાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાથમિક આરોગ્ય સેવાઓને મજબુત કરવા અને નિવારણ થઈ શકે તેવા રોગોનું વહેલું નિદાન કરી તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી તાલુકા ક્ક્ષાએ આરોગ્ય મેળા યોજવામાં આવે છે.જે અંતર્ગત ભુજ તાલુકાનો આરોગ્ય મેળો આગામી 18 એપ્રિલ સોમવારના સવારે 9 થી 1 વાગ્યા સુધી ટાઉન હોલ ભુજ ખાતે યોજવામાં આવ્યો છે.

જેમાં સર્વ રોગ નિદાન કેમ્પ, બાળકોની સારવાર, સગર્ભાની સારવાર, મોતિયાબિંદુનું નિદાન, બિનચેપી રોગો નિદાન અને સારવાર તથા હેલ્થ આઈડી તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવશે. આ સાથે અહીં વિવિધ સરકારી વિભાગોના જાગૃતિ આપતા પ્રદર્શન પણ યોજવામાં આવ્યા છે. ત્યારે ભુજ તાલુકા આરોગ્ય અધિકારીએ લોકોને આ આરોગ્ય મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...