તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવીનીકરણ:ભુજના માર્ગોનું 19 કરોડના ખર્ચે નવીનીકરણ થશે

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • આત્મારામ સર્કલને જોડતા ચાર મુખ્ય રસ્તાનો સમાવેશ

ભુજમાં લાંબા સમયથી ખખડધજ બનેલા મુખ્ય માર્ગોને 19 કરોડના ખર્ચે નવા બનાવાશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે 19 કરોડ ફાળવાયા છે અને ટેન્ડર પ્રક્રિયા પણ આટોપી દેવાઇ હોવાથી ટૂંક સમયમાં રસ્તાના નવીનીકરણનું ખાત મુહૂર્ત કરવામાં આવશે.

માર્ગના નવીનીકરણ માટે સરકાર સમક્ષ રજૂઆત કરનારા ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચર્યએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આત્મારામ સર્કલને જોડતા આરટીઓ સર્કલ, નળ વાળા સર્કલ, સરદાર પટેલ સ્ટેચ્યૂથી પોસ્ટ ઓફિસ, રેલવે સ્ટેશન રોડ ઉપરાંત પાટવાડી ગેટથી હમીરસર ઓગન થઇને બીએસએફ ચાર રસ્તા, ભીડ ગેટથી દાંડીવાળા હનુમાન મંદિરથી સુરલભીટ્ટ સુધીના રિંગ રોડ, સરપટ ગેટથી પાલારા જતો માર્ગ તેમજ જ્યૂબિલી ગ્રાઉન્ડથી મુન્દ્ર રોડ તરફના ત્રણ કિલો મીટર સુધીના માર્ગોને 19 કરોડના ખર્ચે નવા વાઘા પહેરાવાશે.

રજૂઆતને પગલે નાણા ફાળવીને કામો મંજૂર કરવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભરા માનતાં ધારાસભ્યે ઉમેર્યું હતું કે, નગર પાલિકાની નવી બોડીને પણ આવતાંવેંત આ મોટી ભેટ મળી છે.

ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પણ નવા બનશે
ભુજ ઉપરાંત કનૈયાબે-મદખાણા રોડનું 4.60 કરોડ, ભીરંડિયારા-ધોરડો માર્ગનું 8 કરોડ અને કુકમા-ચંદિયા રોડનું 7.50 કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, ધોરડોના માર્ગને 10 મીટર પહોળો કરવામાં આવશે જેને પગલે સફેદ રણ અને કાળા ડુંગરે જતા પ્રવાસીઓને સુવિધા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો