તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Bhuj Residents Were Scorched By The Highest Temperature Of 42.4 Degrees In The State; Third Hotspot With Kandla Airport 41.2

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિટવેવ:રાજ્યમાં સર્વાધિક 42.4 ડીગ્રી ગરમીમાં ભુજવાસીઓ શેકાયા; કંડલા એરપોર્ટ 41.2 સાથે ત્રીજા ક્રમનું ગરમ મથક

ભુજ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • હજુ 2-3 દિવસ 40 ડીગ્રીથી વધુ તાપમાન રહેવાની અાગાહી

ફાગણ મહિનાની મધ્યમાં જ ગરમીના અાકરા દોરમાંથી પસાર થઇ રહેલા કચ્છમાં શુક્રવારે પણ પ્રખર તાપ પડતાં જનજીવન પર અસરો દેખાઇ હતી. જિલ્લા મથક ભુજ 42.2 ડીગ્રી સાથે વધુ અેકવાર ગુજરાતનું સાૈથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે 41.2 ડીગ્રી સાથે કંડલા (અેરપોર્ટ) ત્રીજા ક્રમે રહેતા તેની નજીકના ગાંધીધામ, અંજાર વિસ્તારમાં પણ પ્રખર તાપ અનુભવાયો હતો.

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે કંડલા પોર્ટમાં મહત્તમ ઉષ્ણતામાન 38.1 અને નલિયામાં 38.7 ડીગ્રી નોંધાયું હતું. હીટવેવને કારણે કચ્છના શહેરી વિસ્તારો ઉપરાંત રણ કાંધીના ગામોમાં ભારે ઉકળાટ અને લૂ નો અનુભવ થયો હતો. અાવતા 2થી 3 દિવસ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઉષ્ણતામાનનો અાંક 40થી 41 ડીગ્રી રહેવાની સંભાવના દર્શાવાઇ છે. ફાગણમાં અા સ્થિતિ છે તો ચૈત્ર અને વૈશાખમાં કેટલી ગરમી પડશે અે મુદ્દો લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

કચ્છમાં રાત્રે ગરમી ગાયબ: ભારે વિષમતા
કચ્છમાં દિવસે કાળઝાળ ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે પણ રાત પડતાં વાતાવરણમાં ટાઢક છવાય છે. શુક્રવારે નલિયામાં લઘુતમ તાપમાન 17.1, કંડલામાં 18.5 કંડલા પોર્ટમાં 20.0 અને ભુજમાં 22.6 ડીગ્રી રહ્યું હતું. નલિયા, કંડલા (અે) અને ભુજમાં દવસ અને રાતના તાપમાનમાં 20થી 23 ડીગ્રી જેટલી અસામાન્ય વધઘટ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો