તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપમાન ઘટ્યું:ભુજમાં રાત્રે 3 ઇંચ જેટલો વરસાદ છતાં પણ ઉકળાટ યથાવત્ રહ્યો

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું હતું પણ ભેજનું પ્રમાણ ઉંચું
  • સવારે 98 અને સાંજે 70 ટકા જેટલા ભેજથી લોકો અકળાયા

ભુજમાં ગત મોડી રાત્રિથી સોમવારની વહેલી સવાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકવા છતાં હવામાનમાં ઠંડક પ્રસરી ન હતી. મહત્તમ તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું હતું પણ સવારે અને સાંજે ભેજનું પ્રમાણ બહુ ઉંચું રહેતાં શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા. શહેરમાં રાત્રે 12થી પરોઢિયે 4 વાગ્યા સુધીના 4 કલાકમાં ત્રણ ઇંચ જેટલું પાણી વરસ્યું હતું તેમજ તેજ ગતિથી પવન ફૂંકાયો હતો જેને પગલે ગરમીમાંથી રાહત મળશે તેવું જણાયું હતું પણ તેની વિપરીત બફારો વધ્યો હતો. સવારે ભેજનું પ્રમાણ 98 અને સાંજે 70 ટકા રહેતાં લોકો બફારાથી અકળાયા હતા.

મહત્તમ તાપમાન 33.2 રહ્યું હતું પણ ભેજ વધી જતાં અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. પવનની ગતિ પણ મંદ પડીને પ્રતિ કલાક સરેરાશ 5 કિલો મીટર રહી હતી. આવીજ રીતે જિલ્લાભરમાં ભેજ વધતાં બફારો અનુભવાયો હતો. નલિયામાં સવારે 89 અને સાંજે 70 ટકા ભેજ સાથે ઉંચું તાપમાન 34 ડિગ્રી રહ્યું હતું. કંડલા બંદરે સવારે ભેજ 98 અને સાંજે 75 ટકા જ્યારે કંડલા એરપોર્ટ ખાતે 92 અને 70 ટકા ભેજ રહ્યો હતો. આ બંને મથકે મહત્તમ અનુક્રમે 33.7 અને 33.4 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...