સ્વચ્છતા સર્વેક્ષણ:સ્વચ્છતાની નેશનલ રેન્કિંગમાં ભુજ 91, ગાંધીધામ 114મા ક્રમે

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છની છ પાલિકાએ કમસેકમ કાગળ પર તો પોતાના ક્રમમાં સુધારો કર્યો !
  • ઝોનલ-વસતી આધારે શહેરોની યાદીમાં અંજાર 56માં ક્રમાંકે

કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સ્તર પર નગરપાલિકા ધરાવતા શહેરોમાં દર દર્ષે સ્વચ્છતા સર્વેક્ષણના અાધારે જે-તે શહેરોને ક્રમ અાપે છે. અાવી રીતે વર્ષ 2021 માટેના સ્વચ્છતા સર્વેક્ષણની યાદી જાહેર કરાઇ હતી. જેમાં કચ્છમાં નગરપાલિકા ધરાવતા 6 શહેરોને પણ ક્રમ અાપવામાં અાવ્યા છે. અા વખતે કચ્છની પાલિકાઅોનો રેન્ક સુધર્યો છે. જોકે સફાઇ પાછળ લાખોના ખર્ચ બાદ પણ કોઇપણ નગરપાલિકાઅે નોંધપાત્ર દેખાવ કર્યો નથી.

અા અંગે મળતી વિગતો મુજબ સ્વચ્છ સર્વેક્ષણ 2021માં ઈન્દોર સતત 5મી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર બન્યુ છે, જ્યારે સુરત અને વિજયવાડા બીજા અને ત્રીજા સ્થાને છે. છત્તીસગઢને વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી સ્વચ્છ રાજ્યનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશના વારાણસીએ પુરસ્કારોમાં સૌથી સ્વચ્છ ગંગા નગર જીત્યું છે. કચ્છની વાત કરવામાં અાવે તો તમામ છ નગરપાલિકાઅોને ક્રમ અાપવામાં અાવ્યા છે.

જોકે નેશનલ રેન્કિંગમાં માત્ર ભુજ અને ગાંધીધામને સ્થાન મળ્યું છે. નેશનલ રેન્કિંગમાં ભુજ 91માં ક્રમે અાવ્યું છે. ભુજે કુલ 6 હજારમાંથી 3350 સ્કોર પ્રાપ્ત કર્યો હતો. ભુજનો ક્રમ વર્ષ 2020માં 181 અને 2019માં 296મો હતો. અામ ભુજના ક્રમમાં સુધારો થયો છે. તો ભુજ બાદ ગાંધીધામ નેશનલ રેન્કિંગમાં 114મો ક્રમ રહ્યો રહ્યો હતો. ગાંધીધામ પાલિકાઅે 6 હજારમાંથી 3130 સ્કોર પ્રાપ્ત કર્યો હતો. તો ત્યારબાદ કચ્છના અન્ય શહેરોને ઝોનલ યાદીમાં સ્થાન મળ્યું છે.

જેમાં 50 હજારથી 1 લાખ સુધીની વસતી ધરાવતા શહેરોમાં અંજારે 56મો ક્રમ મેળવ્યો હતો. અંજાર પાલિકાઅે 3118 સ્કોર પ્રાપ્ત થયો હતો. અંજાર વર્ષ 2020માં 310માં ક્રમે અને 2019માં 336માં ક્રમે રહ્યું હતું. અામ અંજાર શહેરે પણ પોતાનું પ્રદર્શન સુધાર્યું છે. ત્યારબાદ 25થી 50 હજારની વસતી ધરાવતા શહેરોમાં કચ્છના ભચાઉ અને રાપર શહેરોનો સમાવેશ થયો છે. ભચાઉ પાલિકાઅે અા યાદીમાં 97 ક્રમ હાંસલ કર્યો હતો. ભચાઉઅે 6 હજારમાંથી કુલ 3020 સ્કોર કર્યો હતો.

તો સાૈથી ખરાબ પ્રદર્શન રાપર શહેરનું રહ્યું હતું. રાપર શહેરનો રેન્ક છેક 245ના સ્થાને હતું. રાપરે 6 હજારમાંથી માત્ર 1718 સ્કોર કર્યો હતો. તો સાૈથી છેલ્લે 25 હજારથી અોછી વસતી ધરાવતા શહેરોની યાદીમાં કચ્છના માંડવીને 222મો ક્રમ અાપવામાં અાવ્યો હતો.

રાપર વર્ષ 2020માં 620માં ક્રમે તથા 2019માં 303માં સ્થાને રહ્યું હતું. માંડવીઅે પણ માત્ર 2794 સ્કોર મેળવવામાં સફળતા મળી હતી. માંડવી વર્ષ 2020માં 443 અને 2019માં 362માં ક્રમાંકે રહ્યું હતું. કચ્છના શહેરોનો જિલ્લાના હિસાબે રાજ્યમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અામ જોવા જઇઅે તો કચ્છના મોટાભાગના શહેરોના ક્રમમાં સુધારો જરૂર થયો છે. પરંતુ માર્કસમાં વધારો થયો નથી.

કચ્છના શહેરોનું સ્વચ્છતા સર્વેમાં પ્રદર્શન

શહેરરેન્ક -સ્કોર2020માં ક્રમ2019
ભુજ913350181296
ગાંધીધામ1143130129114
અંજાર563118310336
ભચાઉ973020280600
રાપર2451718620303
માંડવી2222794443362
અન્ય સમાચારો પણ છે...