તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ભુજ રેલવે સ્ટેશન રોડ ગટરના પાણીથી ભરાયું, કમળ ખિલશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષના નગરસેવકોએ સ્થળ મુલાકાત લઈ આપી ચેતવણી

ભુજમાં જિલ્લા બહારના પ્રવાસીઅોનો જ્યાંથી પ્રવેશ થાય છે અે રેલ વે સ્ટેશન રોડ પાસે છેલ્લા કેટલાક દિવસોથી ગટરની ચેમ્બર ઉભરાઈ રહી છે, જેથી અાખા રોડ ઉપર ગટરના ગંદા પાણી ભરાઈ ગયા છે. પરંતુ, શાસક પક્ષે ઉકેલ શોધવાની દરકાર લીધી નથી. જો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં અાવે તો વિપક્ષ ગટરના ગંદા પાણીમાં કમળ નાખશે. અેવું વોર્ડ નંબર 2ના વિપક્ષી નગરસેવક અબ્દુલહમીદ સમાઅે અાક્રોશ સાથે જણાવ્યું હતું.

નગરસેવિકા મરીયમ હાસમ સમાઅે જણાવ્યું હતું કે, મુખ્ય અધિકારી મનોજ સોલંકીને કોલ કરી પરિસ્થિતિથી વાકેફ કર્યા તો તેમણે જણાવ્યું હતું કે, ડ્રેનેજ બ્રાન્ચના ઈજનેરે તો સમસ્યા ઉકેલાઈ ગયાનું જણાવ્યું છે. શાસક અને વિપક્ષના નગરસેવકોની ટિકા ટિપ્પણી સાથે ગટરના પાણીનો વીડિયો વાયરલ થયા બાદ વિપક્ષી નગરસેવકો અાઈસુબેન સમા, કાસમ સમા સહિતના ઘટના સ્થળે ધસી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અેક બાજુ રેલવે સ્ટેશન રોડ પર ગટરના પાણીથી માર્ગ તળાવમાં ફેરવાઈ ગયું છે અને બીજી બાજુ ભુજ નગરપાલિકામાં ડ્રેનેજ સમિતિના ચેરમેનની વરણી બાદ મોમેન્ટોથી સન્માતા હતા. અેમણે શાખાના કર્મચારીઅો સાથે બેઠક પણ કરી હતી. પરંતુ, સ્થળ મુલાકાત લઈને ઉકેલ શોધવાની તસદી લેવાઈ ન હતી. જેની ચોમેરથી ટિકા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...