તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ભુજની પોસ્ટ ઓફિસ વિશ્વ યોગ દિને વિશેષ રદ્દ સ્ટેમ્પ રજૂ કરશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.200માં ફિલાટેલીક ડિપોઝિટ ખાતું ખુલશે
  • યોગાભ્યાસ, શપથવિધિ સાથે વૃક્ષારોપણનું આયોજન

21મી જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભુજની હેડ પોસ્ટ અોફિસ દ્વારા વિશેષ રદ સ્ટેમ્પ રજૂ કરવાની સાથે શપથવિધિ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે. 7મા વિશ્વ યોગ દિવસે ભુજ સહિત ભારતની તમામ હેડ પોસ્ટ અોફિસોમાં 21મી જુને બુકિંગ થયેલી તમામ ટપાલોમાં અા વિશેષ સ્ટેમ્પની છાપ લગાવાશે, જેમાં હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખાયેલા ગ્રાફીક રજૂ થશે.

અાવા રદ્દ થયેલા સ્ટેમ્પ સંગ્રહયોગ્ય અને ફિલાટેલીક અભ્યાસ માટે ખુબ જ ઉપયોગી છે. કોઇપણ વ્યક્તિ રૂ.200માં દેશની કોઇપણ હેડ પોસ્ટઅોફિસમાં ફિલાટેલીક ડિપોઝિટ ખાતું સરળતાથી ખોલાવી શકશે અને તેના દ્વારા વિવિધ પ્રકારના વિશેષ સ્ટેમ્પ અને કવર મેળવી શકશે.ભુજની હેડ પોસ્ટ અોફિસમાં 21મી જુને સવારે 7થી 8 સ્ટાફ દ્વારા યોગા કરાશે.

ત્યારબાદ શપથવિધિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. 10.30 કલાકે યોગ દિવસની વિદેશ રદ્દ સ્ટેમ્પને દિનેશ મહેતા દ્વારા ખુલ્લું મૂકવામાં અાવશે. અા તકે અધિક્ષક ડાકગર કે.અેમ. દેસાઇ હાજર રહેશે. પોસ્ટ અોફિસ ખાતે પબ્લિક પરિસરમાં ટીવી દ્વારા 17 પ્રકારના યોગનું પ્રસારણ કરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...