• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Bhuj Naliya Project Should Now Be Completed By The Railways From The Budget Of The Ministry Of Defense, Recommended By GM Himself To The Board

ભાસ્કર એક્સક્લુઝિવ:ભુજ-નલિયા પ્રોજેક્ટ હવે રક્ષા મંત્રાલયના બજેટથી રેલવે ખૂદ પૂર્ણ કરે ,ખૂદ GM દ્વારા બોર્ડને ભલામણ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 13 વર્ષે રેલવે જ્યાં હતી ત્યાં આવીને ઊભી રહી : ખાનગી પાર્ટનર શોધવામાં આટલા વર્ષો વેડફાઇ ગયા
  • જી-રાઇડે પણ પોતાની અસમર્થતા વ્યક્ત કરતા હવે રેલવે બોર્ડ પર દારોમદાર : આગામી બજેટમાં કોઇ જાહેરાત થાય તેવી આશા

સરહદી તાલુકાના લોકો અને દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભુજ-નલિયા-વાયોર રેલવે પ્રોજેક્ટ મંજૂર થયાને 13 વર્ષ બાદ પણ અધુરો છે. આ વર્ષોમાં કેન્દ્રમાં સરકાર બદલાઇ ગઇ હોવા છતાં પ્રોજેક્ટની ઝડપથી અમલવારી કરાઇ નથી. હવે રેલવેને પોતાની ભુલ આટલા વર્ષો બાદ સમજાઇ હોય તેમ અથવા કોઇ ખાનગી કંપની ન મળતા આખરે સમગ્ર પોજેક્ટમાં પ્રાઇવેટ પાર્ટનર શોધવાને બદલે રેલવે રક્ષા મંત્રાલયના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવે તેવી ભલામણ કરી દેવામાં આવી છે. ખૂદ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે આ અંગે રેલવે બોર્ડને ભલામણ કરી છે.

વર્ષ 2008માં મંજૂર થયેલો ભુજ-નલિયા બ્રોડગેજ પ્રોજેક્ટ આજે 13 વર્ષ બાદ પણ સરકારી તંત્ર અને સ્થાનિક અને કેન્દ્રીય નેતાગીરીની અનદેખી તથા બેદરકારીના કારણે અધ્ધરતાલ છે. ચોંકાવનારી વાત એ છે કે અગાઉ પણ પીપીપીના નામે આ પ્રોજેક્ટની અમલવારીમાં નિષ્ફળતા સાંપડી હોવા છતાં રેલવે મંત્રાલય અત્યાર સુધી પ્રાઇવેટ કંપનીઓ શોધી રહી હતી! છેલ્લે સમગ્ર કામ જી-રાઇડ(ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન)ને સોંપવામાં આવ્યું હતું. તેને પણ પ્રાઇવેટ કંપની શોધવા કહેવાયું હતું. જોકે જી-રાઇડને પણ ખાનગી પાર્ટનર ન મળતા હાથ ઉંચા કરી લીધા હતાં.

જી-રાઇડે ગત તા. 5/8/2020ના આ પ્રોજેક્ટ અંગે પોતાની અસમર્થતા બતાવી દીધી હતી. તેના પગલે રેલવેને હવે કોઇ ખાનગી પાર્ટનર મળે તેમ નથી. જેના પગલે ખુદ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે રેલવે બોર્ડને પત્ર લખી હવે આ પ્રોજેક્ટ રક્ષામંત્રાલયના ફંડમાંથી રેલવે ખૂદ અમલાવરી કરે તેવી ભલામણ કરી છે. જોકે અા ભલામણને પણ લાંબો સમય થઇ ગયો હોવાનું બહાર આવ્યું છે.

પ્રોજેક્ટમાં આવી રીતે વર્ષો વેડફાઇ ગયા
આ પ્રોજેક્ટ 2008માં મંજૂર થયા પછી તત્કાલીન યુપીઅે સરકારે કોઇ ગંભીરતા દાખવી ન હતી. પરંતુ ત્યારબાદ કેન્દ્રમાં સરકાર બદલતા આ પ્રોજેક્ટ ગતિ પકડશે તેવી આશા હતી. તે ફળીભૂત થતી હોય તેમ તા. 07/08/2014ના રેલવે બોર્ડ દ્વારા ભુજ-નલિયા (101 કિમી)ના બ્રોડગેજ માટે રૂા. 321.62 કરોડ મંજૂર કરાયા હતાં. જોકે ત્યાર બાદ ફરી સમગ્ર પ્રોજેક્ટ જાણે ઠંઠા બક્સામાં ચાલ્યો ગયો હતો. રેલવે પોતાના ખર્ચે અહીં લાઇન પાથરવાના બદલે પ્રાઇવે કંપની શોધી રહી હતી. અા દરમિયાન પ્રોજેક્ટ નલિયાથી વધારીને વાયોર સુધી લઇ જવાયો છે.

ચોંકાવનારી વાત એ છે કે નલિયાથી વાયોર માટે હજુ સુધી કોઇ બજેટ મંજૂર જ કરાયું નથી ! આ પ્રોજેક્ટના અમલીકરણ માટે અગાઉ કોસ્ટ શેરીંગ બેસીસના ગ્રાઉન્ડ પર રેલવેની રીટ્સ (રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ) અને પ્રાઇવેટ પાર્ટનર સાથે એક એસપીવી (ખાસ કંપની) બનાવામાં આવી હતી. જોકે ખર્ચ વધી જતો હવાનું કહી પ્રાઇવેટ કંપની આ પ્રોજેક્ટમાંથી ખસી જતાં કામમાં વિલંબ થયો હતો. આ બધાની વચ્ચે હવે જી-રાઇડની એન્ટ્રી થઇ હતી. જેણે પણ હવે ના પાડી દેતા રેલવેના 13 વર્ષ પાણીમાં ગયા છે.

અન્ય સમાચારો પણ છે...