તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ચ એન્ડિગ:ભુજ નગરપાલિકાની વેરા વસુલાત હજુ 40 ટકા પણ નથી થઈ !

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મિલકત વેરા ઉપરાંત અન્ય સેવા ચાર્જ પેટે માત્ર 10.88 કરોડ વસુલાયા
 • વ્યવસાય વેરો અને દુકાન ભાડાની રકમ ઉમેરી મોટી વસુલાત બતાવાઈ

ભુજ નગરપાલિકા દ્વારા મિલકત વેરા ઉપરાંત પાણી, ગટર, સફાઈ અને દિવાબત્તી ચાર્જ વસુલવામાં અાવે છે. જે હજુ સુધી માત્ર 40 ટકા જ વસુલાત થઈ છે. પરંતુ, વ્યવસાય વેરો અને દુકાન ભાડુ પણ ઉમેરીને મસમોટી વસુલાત વસુલાયાનું બતાવી દેવાયું છે.પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં રહેણાક અને કોમર્સિયલ પ્રતિષ્ઠાનો પાસેથી મિલકત વેરો, પાણી અને જોડાણ હોય તો અેનો ચાર્જ અે ઉપરાંત સફાઈ અને દિવાબત્તી ચાર્જ પણ વસુલવામાં અાવે છે. જેની રકમ વેરા વસુલાત તરીકે બતાવવાની હોય છે.

જે 45 હજાર ઉપરાંત મિલકત ધારકો પાસેથી ચાલુ વર્ષ ઉપરાંત વર્ષોથી બાકી રકમ પેટે 26 કરોડ રૂપિયા વસુલવાના બાકી છે. પરંતુ, હજુ સુધી માત્ર 10 કરોડ 88 લાખ 17 હજાર 259 રૂપિયા જ વસુલી શકાયા છે. પરંતુ, રાજ્ય સરકારના નગરપાલિકા મારફતે વસુલાતા વ્યવસાય વેરાને ભુજ નગરપાલિકાની વેરા વસુલાતમાં વસુલી દેવાયા છે. જેની રકમ રૂપિયા 1 કરોડ 57 લાખ 82 હજાર 698 પણ ઉમેરીને બતાવી દેવાઈ છે. અે ઉપરાંત દુકાન ભાડું 42 લાખ 73 હજાર 797 રૂપિયા પણ ઉમેરીને બતાવી દેવાઈ છે, જેથી કુલ વસુલાત 12 કરોડ 88 લાખ 73 હજાર 754 રૂપિયા બતાવાવાઈ છે.

વેતન અને કામગીરીનો અડધો કરોડ રૂપિયા ખર્ચો
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભુજ નગરપાલિકામાં કર વેરા વસુલાત શાખા છે. જેના કાયમી, હંગામી, ફિક્સ વેતનમાં કામ કરતા કર્મચારી ઉપરાંત વેરા વસુલાતની કામગીરી દરમિયાનના ખર્ચાનો કુલ સરવાળો અડધા કરોડને અાંબી જાય છે. પરંતુ, અહીં સવાલ અે છે કે, કોઈ પાણી અને ગટરના જોડાણ લેવા અાવે ત્યારે જ મિલકતની નોંધણી કરવામાં અાવે છે. ટેક્સ બ્રાન્ચ સામેથી કોઈ પણ મિલકતની નોંધણી કરતી જ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો