નવતર પ્રક્રિયા:ભુજ નગરપાલિકાએ માર્ચ એન્ડિંગનો ટાર્ગેટ પૂર્ણ કરવા સોસાયટી વિસ્તારમાં વેરા વસૂલાત કેમ્પ યોજ્યો

ભુજ5 મહિનો પહેલા
  • સ્થાનિકોએ પણ સહકાર આપી બપોર સુધીમાં 2.35 લાખ જેવી રકમ જમા કરાવી હતી
  • રવિવારના દિવસે પણ પ્રમુખ, નગરસેવક અને ચિફ ઓફિસર કર્મચારીઓ સાથે રહેણાંક વિસ્તારમાં પહોંચ્યા

ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતને લઈ માર્ચ એન્ડિંગનો ટાર્ગેટ પૂર્ણ કરવા નવતર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં સુધારાઈ કર્મચારીઓએ આજે રવિવારના દિવસે પણ વેરા વસૂલાત માટે આરટીઓ કોલોની ખાતે કેમ્પ લગાવી શહેરીજનોને વેરો ભરવા સુવિધા પૂરી પાડી હતી. જેનો સ્થાનિકોએ પણ સહકાર આપી બપોર સુધીમાં 2.35 લાખ જેવી રકમ જમા કરાવી હતી. વેરા વસુલાત માટેની આ પ્રક્રિયા આગળ પણ ચાલુ રાખવામાં આવશે એવું સ્થળ પર ઉપસ્થિત રહેલા સુધારાઈ પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે કહ્યું હતું.

ભુજ શહેર ખાતે આજે રવિવારના દિવસથી નગરપાલિકાએ સ્વભંડોલ મજબૂત કરવા અને માર્ચ એન્ડિંગ પ્રક્રિયા હેઠળ શહેરના આરટીઓ રિલોકેશ કોલોની ખાતે વેરા વસુલાત માટે કેમ્પ લગાવી સ્થાનિક રહેવાસીઓ પાસે ભરવા પાત્ર વેરા ભરી જવા અપીલ કરી હતી. જેના પ્રતિસાદમાં સ્થાનિક લોકોએ પણ કેમ્પ ખાતે આવી બાકી રહેતા વેરાની ભરપાઈ કરી હતી.

આ વિશે સુધારાઈ પ્રમુખ ઘનશ્યામ ઠકકરે જણાવ્યું હતું કે, ભુજના લોકોને વેરો ભરવા સુગમતા રહે તેવું હેતુસર વેરા વસુલાત કેમ્પની શરૂઆત આજથી આરટીઓ કોલોનીથી કરી છે. આ પ્રક્રિયા શહેરના બીજા વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં ચાલુ રાખશું. ખાસ કરીને કોરોનાકાળને લઈ જે પરિવારની આર્થિક પરિસ્થિતિ અસર પામી છે તેવા લોકોને બનતી વેરાની ભરપાઈ કરવા હપ્તા કરી આપશું અને જે વિસ્તારના લોકો કે નગર સેવક કહેશે તે સ્થળે આ પ્રકારે કેમ્પનું આયોજન પણ કરતા રહેશું. આજે અહીંના નગર સેવક સાથે ચિફ ઓફિસર જીગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે.

અલબત્ત ઉલ્લેખનીય છે કે, એક દાયકા પૂર્વે આ પ્રકારે ઘર ઘર વેરા વસુલાત ભુજ સુધારાઈ દ્વારા યોજાઈ હતી. પરંતુ કેમ્પ રાખીને વેરા વસુલાત સંભવિત પ્રથમ વખત યોજાઈ છે

અન્ય સમાચારો પણ છે...