તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ભુજ નગરપાલિકાએ અંતે રસ્તે રઝળતા 11 ઢોરોને પકડી પાડી પાંજરે પુરી દીધા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાત અાખલા અને ચાર ગાયને અાર.ટી.અો. પાસે ખસેડ્યા
  • માલિકો પાંચ દિવસમાં દંડ ભરીને નહીં છોડાવે તો પાંજરાપોળમાં મૂકાશે

ભુજ નગરપાલિકાઅે શુક્રવારે રસ્તે રઝળતા 11 ઢોરોને પકડી પાંજરે પૂર્યા છે. અેટલું જ નહીં પણ માલિકો પાંચ દિવસમાં દંડ ભરી છોડાવી નહીં જાય તો પાંજરાપોળના હવાલે કરી દેવાશે. સેનિટેશન સમિતિના ચેરમેન કમલ ગઢવીઅે સેનિટેશન શાખાના વડા મિલન ઠક્કરને રસ્તે રઝળતા ઢોરોને પકડી પાંજરે પૂરવા અાદેશ કર્યા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં 7 અાંખલા અને 4 ગાય મળીને કુલ 11 ઢોરો પકડવામાં અાવ્યા છે. નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે જણાવ્યું હતું કે, ઢોરોને પાંજરાપોળમાં મોકલી દીધા બાદ ત્યાંથી છોડાવવાની જવાબદારી ઢોરમાલિકની રહેશે.

દાતાઅો પાસે ઘાસચારા, દાનની ટહેલ
કારોબારી ચેરમેન જગત વ્યાસે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાની અાર્થિક સ્થિતિ નબળી છે, જેથી સ્વૈચ્છિક સંસ્થાઅો, સમાજ સેવકો અને દાતાઅો પાસેથી નિરણ માટે અપેક્ષા રાખવામાં અાવે છે. ઘાસચારો અથવા ઘાસચારો ખરીદવા દાન માટે અનુરોધ કરવામાં અાવે છે. નગરપતિ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, અેકના અેક ઢોર માલિકના ઢોર વારંવાર પકડાશે તો ઉત્તરોત્તર દંડની વધુને વધુ રકમ વસુલવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...