તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોન્ટ્રાકટ રિન્યૂ નહીં થાય:ભુજ નગરપાલિકાના કર્મચારી બ્લેક લીસ્ટમાં

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્ટે.ના અંતે હંગામી શાખા અધિકારીઅો પણ ઝપટે ચડશે

ભુજ શહેર નગરપાલિકામાં મોટાભાગના હંગામી કર્મચારીઅો રાજકારણીઅોની ભલામણથી લાગ્યા છે, જેમાંથી કેટલાક કર્મચારીઅો અંગત લાભ માટે નગરપાલિકાને અાર્થિક નુકસાન પહોંચાડતા હોવાની શંકાના દાયરામાં અાવી ગયા છે, જેથી તેમનો કરાર રિન્યુ ન કરવા નક્કી કરાયાના હેવાલ છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જે કામ નજીવી રકમમાં પૂરું થઈ જાય અે કામને લાખો અને કરોડો રૂપિયાના ખર્ચામાં ઉતારી દેવામાં આવે છે. કેમ કે, ઠેકેદાર સાથે કામમાં ભાગીદારી રાખવામાં આવતી હોય છે. જેનો દિવસો દિવસ અતિરેક થઈ ગયો છે. અેવા કરાર અાધારિત કર્મચારીઅોને બ્લેક લીસ્ટમાં મૂકી દેવામાં આવ્યા છે. જેમનો કરાર પૂરો થયા બાદ રિન્યુ ન કરવાનો નિર્ણય ભુજ નગરપાલિકા દ્વારા લઈ લેવાયો છે. અેવા કર્મચારીના બચાવમાં કોઈ રાજકીય વ્યક્તિ અાવશે તો અે રાજકીય વ્યક્તિને જ ખુલાસો કરવાની નોબત અાવશે.

બીજી બાજુ કેટલાક કર્મચારીઅો ઉપલી અાવકની અપેક્ષાઅે મુલાકાતી જનતાના કામ ટલે ચડાવતા હોવાની પણ પદાધિકારીઅો પાસે માહિતી પહોંચી ગઈ છે. અામ, જો પદાધિકારીઅો લેવામાં આવેલા નિર્ણય ઉપર અટલ રહેશે તો અેકાદ વર્ષમાં અેક પછી અેક કર્મચારીને નોકરી ખોવાનો વારો અાવે અેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...